અમેરિકન વાણિજ્ય દૂતાવાસ બહાર હુમલો

વિદ્રોહીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં અફઘાન પોલીકર્મીઓ અને એક સ્થાનિક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું છે, જ્યારે દૂતાવાસની તમામ વ્યક્તિ સુરક્ષીત છે.
અફઘાન સેનાના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે, આરંભિક વિસ્ફોટથી અમેરિકન વાણિજ્ય દૂતાવાસના બહારના ભાગને નુક્સાન પહોંચ્યુ, જેના કારણે હુમલાખોર પરિસરની અંદર પ્રવેશવામાં સફળ રહ્યાં અને દૂતાવાસ ભવન તરફ ગોળીબાર કરવા લાગ્યા.
નાટોની આગેવાનીવાળા આંતરરાષ્ટ્રીય સુરક્ષા સહાયતા દળે ટ્વિટ કર્યું છે કે, વાણિજ્ય દૂતાવાસ સુરક્ષીત છે અને તમામ દુશ્મનોને ઠાર મારવામાં આવ્યા છે. ઘટના સ્થળે આઇએસએએફ અને અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા દળના જવાનો હાજર છે.












Click it and Unblock the Notifications
