લદ્દાખમાં જલ્દી હારાત સુધરશે: LAC પર તણાવ ઘટાડવાને લઇને PM મોદી અને શી જિનપિગમાં બની સહમતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિગ વાસ્તવિક નિયંત્રણ રેખા પર જલ્દી તણાવ ઘટાડવા માટે કામ કરવા પર સહમત થયા છે. આ તે ભાગ છે. જ્યાં પૂર્વી લદ્દાખના ગલવાનમાં મે 2020 હિસક ઝડપ થઇ હતી. આ હિંસમાં 20 ભારતીય સૈનાના જવાન શહીદ થયા હતા. જ્યારે ચીનના સૈનિકોનું પણ ભારે નુકસાન થયુ હતુ.

વિદેશ સચિવ વિનનય ક્વાત્રાએ જણાવ્યુ હતુ કે, બ્રિક્સની અઁદર પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જીનપિગ સાથે વાત કરી હતી. નેતા અધિકારીઓને તનાણ ઓછો કરવામાં ઝડપ કરવા નિર્દેશ આપવા પર સહમત થયા છે.
વિદેશ મંત્રાલયનું કહેવુ છે કે, બ્રિક્સમાં પીએમ મોદી અને શી જિનપિગ લદ્દાખમાં ઝડપી તણાવ ઓછો કરવા પર સહમત થયા છે. દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ શિખર સમેલનના અવસર પર ભારત અને ચીન બંને દેશોના ટોચના નેતાઓએ મુલાકાત કરી હતી. પીએમ મોદી અે શી જિનપિગ એલએસી પર સૈનિકોની વાપસી માટે પોતાના દેશોના અધિકારીઓને નિર્દેશ આપવા પર સહમત થયા છે.
ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યુ કે, પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપીગ સાથે એલએસીના મુદ્દા પર વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે સહમતી બની છે કે, તણાવ જલ્દી ઓછો કરવામાં આવશે. આ કોઇ ઓફચારીક દ્વિપક્ષીય વાતચીત નહોતી. સાઇડલાઇન્સમાં બ્રિક્સ નેતાઓએ વાતચીત દરમિયાન પીએમ મોદીે એલએસીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પીએમ મોદીએ જ્યારે ચીનના રાષ્ટ્રપતિ જિનપીગ સાથે વાત કરી તો તેમને જી 20 માટે આમંત્રણ આપ્યુ હતુ.? આ સવાલના જવાબ પર વિદેશ સચિવએ કહ્યુ કે, મને જે કહેવામાં આવ્યુ છે આ વાતચીતને લઇને મને કહેવામાં આવ્યુ હતુ આમા બીજી કઇ જોડવા માટે નથી.












Click it and Unblock the Notifications
