• search

અપહરણ થયેલી કિશોરીઓ માટે 'બ્રિંગ બેક અવર ગર્લ્સ' અભિયાન

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  અબુજા, 14 મે: 15 એપ્રિલ 2014ના રોજ નાઇજીરીયાના ચિબોક સેકેન્ડ્રી સ્કૂલથી આતંકવાદી સંગઠન બોકો હરામ દ્વારા 276 શાળાની વિદ્યાર્થિનીઓનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આ કિશોરીઓનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી.

  જોકે કેટલાંક લોકોનું કહેવું છે કે આ સંખ્યા 230 જ છે. આ ઘટનાએ આખી દુનિયાના દેશમાં ચકચાર મચાવી દીધી છે. હજી સુધી આ અંગે કોઇ પણ જાણકારી હાસલ નથી થઇ શકી કે આ તમામ કિશોરીઓને ક્યાં બંધી બનાવીને રાખવામાં આવી છે.

  આ ઘટના બાદ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર 'બ્રિંગ બેક અવર ગર્લ્સ' નામથી એક કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે.

  આ કેમ્પેઇનમાં મલાલા યુસૂફજઇથી લઇને મિશેલ ઓબામા અને દુનિયા ભરની મજબૂત શખ્સિયતો તરફથી આ કિશોરીઓને પાછી લાવવા અને તેમની સુરક્ષા નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. તસવીરો દ્વારા આ કેમ્પેઇન અને તેમાં સામાવિષ્ટ કેટલીક હસ્તિઓ પર એક નજર.

  મદદનો ભરોશો

  મદદનો ભરોશો

  આ કેમ્પેઇનમાં અમેરિકન રાષ્ટ્રપતિની પત્ની મિશેલ ઓબામાએ કિશોરીઓને મુક્ત કરવાની માંગ ઉઠાવી છે. મિશેલ અનુસાર તમામ 276 યુવતીઓ તેમના માટે દિકરીઓ સમાન છે અને અમેરિકા તેમની મુક્તિ માટે તમામ સંભવ મદદ કરશે.

  યુવતીઓને શિક્ષણનો અધિકાર

  યુવતીઓને શિક્ષણનો અધિકાર

  યુવતીઓ માટે શિક્ષણના અધિકારની માગ કરવા પર મલાલાને તાલિબાની આતંકવાદીઓએ નિશાનો બનાવ્યો હતો. નાઇજીરીયાની આ 276 કિશોરીઓને છોડાવવા માટે પોતાનો અવાજ બુલંદ કરી રહી છે.

  બ્રિટેન પણ ચિંતિત

  બ્રિટેન પણ ચિંતિત

  બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરુન એક ટીવી શોમાં આવ્યા અને અત્રે તેમણે 'બ્રિંગ બેક અવર ગર્લ્સ' કેમ્પેઇનમાં જોડાયા. કેમરુને જણાવ્યું કે આ ઘટના બાદ આખુ બ્રિટેન પરેશાન છે, અને દરેક જણ જાણવા માંગે છે કે આખરે યુવતીઓ ક્યાં છે.

  સૌથી દુ:ખદ દિવસ

  સૌથી દુ:ખદ દિવસ

  WWWના જાણીતા રેસલર અને હવે હૉલીવુડના સુપરહિટ એક્ટર ધ રોક ડ્યૂન જોનસ પણ આ અભિયાનમાં જોડાયા છે. ધ રોક અનુસાર દુનિયાના કોઇપણ ભાગમાં કિશોરીઓ સાથે આ પ્રમુકારની કોઇ ઘટના સાખી લેવી જોઇ નથી.

  લોસ એંજિલ્સ રેલીનો ભાગ

  લોસ એંજિલ્સ રેલીનો ભાગ

  આ કેમ્પેઇન અંતર્ગત અમેરિકાના લોસ એંજિલ્સમાં એક રેલી પણ નીકાળી હતી. આ રેલીમાં હૉલીવુડ એક્ટ્રેસ એના હૈથવેએ પણ ભાગ લીધો. એનાના અનુસાર દુનિયાના તમામ દેશઓએ આ અભિયાનમાં ભાગ લેવો જોઇએ.

  જાણીતી એંકરે પણ અભિયાનમાં ભાગ લીધો

  જાણીતી એંકરે પણ અભિયાનમાં ભાગ લીધો

  દુનિયાની જાણીતી ટીવી એંકર એલન ડી જેનરસ પણ આ અભિયાનમાં સામેલ થઇ ગઇ જ્યારે તેમણે પોતાના શૉ દ્વારા યુવતીઓની મુક્તિ માટે સંદેશ પણ આપ્યો.

  ફેસબુક પર યુવતીઓનો ફોટો

  ફેસબુક પર યુવતીઓનો ફોટો

  બુધવારના રોજ સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર એ વિદ્યાર્થિનીઓની તસવીર જાહેર થઇ છે જેમને બોકો હરામએ કિડનેપ કરીને રાખી છે.

  8થી 17 વર્ષની છે ઉંમર

  8થી 17 વર્ષની છે ઉંમર

  જે 276 યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું છે તેમનું આયુષ્ય 8 વર્ષથી લઇને 17 વર્ષ છે. બોકો હરામની ધમકી છે કે જો તેમની માંગો સાંભળવામાં ના આવી તો તેઓ એક એક કરીને આ યુવતીઓને વેચવાનું શરૂ કરી દેશે, અથવા તો તેમની હત્યા શરૂ કરી દેશે.

  નથી ડરતા અમે કોઇનાથી

  નથી ડરતા અમે કોઇનાથી

  બોકો હરામ દ્વારા અંજામ આપવામાં આવેલ આ ઘટના વિરુધ્ધ નાઇજીરીયામાં મહિલાઓનું પ્રદર્શન શરૂ થઇ ગયું છે. નાઇજીરીયાની મહિલાઓ અનુસાર તેઓ પોતાના અધિકારો માટે લડતી રહેશે કારણ કે તેમને સમાન જીવન જીવવાનો પૂરેપૂરો અધિકાર છે.

  English summary
  'Bring Back Our Girls' campaign on social media for the support of Nigerian girls gets massive response all over the world.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more