For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનના પ્રિન્સ વિલિયમને એપ્રિલમાં થયો હતો કોરોના, જાણો આ વાત કેમ છૂપાવી

બ્રિટનના પ્રિન્સ વિલિયમ એપ્રિલ-2020માં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જાણો આ વાત કેમ છૂપાવી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બ્રિટનના પ્રિન્સ વિલિયમ એપ્રિલ-2020માં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પ્રિન્સ વિલિયમ સાથે સાથે આ દરમિયાન તેમા પિતા પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના પૉઝિટીવ મળી આવ્યા હતા. આ માહિતી બ્રિટિશ મીડિયાએ કેનસિંગટન પેલેસના સૂત્રો અનુસાર આપી છે. હવે સવાલ એ ઉઠે છે કે જો પ્રિન્સ વિલિયમ કોરોના સંક્રમિત હતા આ સમાચાર એ વખતે કેમ બહાર ન આવ્યા. વાસ્તવમાં રિપોર્ટ મુજબ 38 વર્ષીય પ્રિન્સ વિલિયમે પોતાના કોરોના હોવાની અને પોતાના ઈલાજની વાત જાણી જોઈને છૂપાવીને રાખી હતી. પ્રિન્સ વિલિયમ નહોતા ઈચ્છતા કે આ સમાચાર બહાર આવે અને તેમના દેશના લોકો આ વાતથી વધુ ચિંતામાં આવી જાય.

Prince William

પ્રિન્સ વિલિયમે પોતાનુ ફોન અને વીડિયો કાર્ય ચાલુ રાખ્યુ

બ્રિટિશ વર્તમાનપત્રના રિપોર્ટ મુજબ કોરોના સંક્રમિત થયા બાદ પણ વિલિયમે પોતાના ટેલીફોન અને વીડિયો કાર્યો ચાલુ રાખ્યા જેથી લોકોને કોઈ વાતની શંકા ન જાય. તેમણે પોતાના લોકોને જણાવ્યુ હતુ કે તે કોઈને પણ ચિંતામાં નાખવા નહોતા માંગતા. તેમણે કહ્યુ કે દુનિયામાં અત્યારે ઘણુ બધુ ચાલી રહ્યુ છે એટલે તે પોતાના દેશવાસીઓને વધુ મુશ્કેલીમાં નાખવા નહોતા માંગતા.

મહેલના ડૉક્ટરોએ જ કર્યો પ્રિન્સ વિલિયમનો ઈલાજ

વર્તમાનપત્રના રિપોર્ટ મુજબ ડ્યુક ઑફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમનો ઈલાજ મહેલના ડૉક્ટરે જ કર્યો હતો. આ દરમિયાન સરકારી દિશા નિર્દેશોનુ પાલન કરીને પ્રિન્સ વિલિય પરિવારે અનમેર હૉલમાં આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા. અહીંથી પ્રિન્સ વિલિયમે એપ્રિલના મહિનામાં 14 ટેલીફોન અને વીડિયો કૉલ કર્યા હતા.

જો કે રિપોર્ટમાં એ વાત સામે નથી આવી કે એપ્રિલમાં જ્યારે પ્રિન્સ વિલિયમને કોરોના વાયરસ થયો તો તેમની હાલત નૉર્મલ હતી કે ગંભીર સ્થિતિમાં હતી. કોરોનાથી પ્રિન્સ વિલિયમનો ઈલાજ એ દરમિયાન થયો જ્યારે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસને કહ્યુ હતુ કે તે કોરોના વાયરસથી સંક્રમિત હતા. જેના માટે તે હોસ્પિટલમાં ભરતી હતા.

Karwa Chauth 2020: કડવા ચોથની પૂજામાં ચાળણી કેમ જરૂરી છે?Karwa Chauth 2020: કડવા ચોથની પૂજામાં ચાળણી કેમ જરૂરી છે?

English summary
Britain Prince William tested positive for coronavirus in April 2020. Why He kept his diagnosis a secret?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X