બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથનુ નિધન, બે દિવસ પહેલા જ નવા પ્રધાનમંત્રી સાથે કરી હતી મુલાકાત

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનુ 96 વર્ષની વયે અવસાન થયુ છે.

લંડનઃ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનુ 96 વર્ષની વયે અવસાન થયુ છે. ગુરુવારે તેમની તબિયત બગડતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બપોરે તેમનુ નિધન થયુ હતુ. બકિંગહામ પેલેસ દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. રાજવી પરિવાર એલિઝાબેથને જોવા માટે સ્કૉટલેન્ડ જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે ક્વીન એલિઝાબેથ 2 છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

queen elizabeth

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ છે કે જ્યારે હું વર્ષ 2015 અને 2018માં યુકેની મુલાકાતે ગયો હતો ત્યારે રાણી એલિઝાબેથ દ્વિતીય સાથેની મારી મુલાકાત યાદગાર રહી હતી. હું તેમની હૂંફ અને દયાળુતા ક્યારેય ભૂલીશ નહિ. એક મીટિંગ દરમિયાન તેમણે મને તે રૂમાલ બતાવ્યો જે તેમને મહાત્મા ગાંધી દ્વારા લગ્નની ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. એ ક્ષણોને હું ક્યારેય ભૂલી નહિ શકુ.

તમને જણાવી દઈએ કે 96 વર્ષની ઉંમરમાં મહારાણી એલિઝાબેથે 70 વર્ષ સુધી બ્રિટન પર શાસન કર્યુ. એલિઝાબેથ દ્વિતીયે 1952માં બ્રિટનની રાણી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જો કે, જૂન 1953માં તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો. 70 વર્ષમાં રાણીએ 15 વડા પ્રધાનોની નિમણૂક કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X