કેનેેડામાં સ્કૃલમાં ગોળીબાર, 10 લોકોના મોત
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલી તમલર રિજ સેકન્ડરી સ્કૂલમાં બુધવારે સવારે અંધાધૂંધ ગોળીબારની લોહીયાળ ઘટના બની હતી. આ હિંસક હુમલામાં હુમલાખોર મહિલા સહિત કુલ 10 લોકોના કરુણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર, શૂટર એક મહિલા હતી જેણે શાળામાં ઘૂસીને નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી હતી. પોલીસે જ્યારે શાળામાં પ્રવેશ કર્યો ત્યારે હુમલાખોર મહિલા શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવી હતી.
આ ભયાનક ગોળીબારમાં 25 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક મેડિકલ સેન્ટરમાં ખસેડાયા છે. ઈજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને એરલિફ્ટ કરીને મોટી હોસ્પિટલમાં મોકલાયા છે.
તપાસ દરમિયાન શાળાની અંદરથી છ અને બહારના વિસ્તારમાંથી અન્ય મૃતદેહો મળી આવ્યા હતા, જેનાથી કુલ મૃત્યુઆંક દસ થયો છે. તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢીને તેમના પરિવાર સાથે મિલન કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
પોલીસે હાલમાં વિસ્તારમાં જારી કરેલું પબ્લિક એલર્ટ પાછું ખેંચી લીધું છે અને સ્થિતિ હવે નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું છે. આ હુમલા પાછળનો મુખ્ય હેતુ શું હતો તે જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
