લંડનમાં વંશીય હુમલો, એક યુવતીએ શીખ વૃદ્ધને માર માર્યો!

shikh
લંડન, 18 ઑગસ્ટ : લંડન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અવારનવાર ભારતીયો પર વંશીય હુમલો થતો રહ્યો છે. આજે લંડનના એક શહેરમાં એક શીખ વૃદ્ધને એક બ્રીટીશ મહિલાએ રસ્તા વચ્ચે માર મારીને ગાયલ કરી દીધા હતા. જોકે બાદમાં પોલીસે આ યુવતીની ધરપકડ કરી લીધી હતી.

આ હુમલાનો વીડિયો ઇન્ટરનેટ પર આવ્યા બાદ લોકોએ આ વંશીય હુમલા પર ભારે વિરોધ નોંધાવ્યો છે. આ ઘટના 10 ઑગસ્ટના રોજની છે. રાત્રે લગભગ સાડા 8 વાગ્યે 19 વર્ષની એક બ્રીટીશ યુવતીએ રસ્તા પરથી પસાર થઇ રહેલા 80 વર્ષના શીખ વૃદ્ધ પર હુમલો કર્યો હતો.

ઇન્ટરનેટ પર ફરી રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતીએ વૃદ્ધના ચહેરા પર મુક્કાઓ માર્યા અને લાતો પણ ફટકારી હતી, ત્યારબાદ વૃદ્ધના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ ઘટનાને એક રાહગીરે મોબાઇલ ફોનથી શૂટ કર્યું અને ઇન્ટરનેટ પર અપલોડ કરી દીધું.

ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતો ગયો. જેમ જેમ વીડિયો ફેલાતો ગયો, લોકોમાં રોષ વધતો ગયો. બાદમાં પોલીસે આ યુવતીની ધરપકડ કરી લીધી હતી અને તેની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં દોષી સાબિત થતા યુવતીને પાંચ વર્ષની સજા થઇ શકે છે. જ્યારે બીજી બાજું ભારતમાં આ અંગે ભારે રોષ પ્રસરી રહ્યો છે.

<center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/eOUi85AWgqY" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X