• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રિટનના સાંસદે કહ્યું- આખું જમ્મુ-કાશ્મીર ભારતનું છે, પાકિસ્તાન તરત PoK છોડી દે

|

લંડનઃ કાશ્મીર મામલે બ્રિટનના સૌથી સ્પષ્ટવક્તા સાંસદોમાંથી એક બૉબ બ્લેકમેને પાકિસ્તાનને પીઓકે છોડી દેવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે આ સમગ્ર ક્ષેત્ર ભારતનો સંપ્રભુ અધિકાર છે. લંડનમાં બ્રિટેન સ્થિત કાશ્મીરી પંડિતોના એક સમૂહને સંબોધિત કરતા કન્ઝર્વેટિવ પાર્ટીના એમપી બૉબ બ્લેકમેને જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 37-0 હટાવ્યા બાદ પાકિસ્તાન દ્વારા આ મુદ્દે યૂનમાં પ્રસ્તાવ રજૂ કરવાની યોજના પર સવાલ ઉઠાવ્યા. બૉબ બ્લેકમેને કહ્યું કે આખું જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે. જે લોકો ત્યાં સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવને લાગૂ કરવા માંગતા હોય તેઓ તે પ્રસ્તાવને ભૂલી જાય છે, જે મુજબ રાજ્યના એકીકરણ માટે પાકિસ્તાની સેનાએ કાશ્મીર છોડી દેવું જોઈએ.

જણાવી દઈએ કે બ્લેકમેન બલિદાન દિવસ પર આયોજિત ખાસ કાર્યક્રમમાં પોતાની વાત રાખી રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી અને ઑલ ઈન્ડિયા કાશ્મીર સમાજે કર્યું હતું. કાર્યક્રમમાં એક નાયકનું પણ મંચન કરવામાં આવ્યું. જેનું શીર્ષક હતું- 'વી રિમેંબરઃ ધી જર્ની ઑફ કાશ્મીરી પંડિત્સ.' જણાવી દઈએ કે હાલમાં જ સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને હટાવી દીધો. જે બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બનેલ છે.

હિન્દીને દેશની ભાષા બનાવવાની ચર્ચા વચ્ચે જયરામ રમેશનું મોટું નિવેદન

English summary
British MP says: All Jammu & Kashmir belongs to India, Pakistan immediately leaves PoK
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X