For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે રાજીનામું આપ્યુ, ઋષિ સુનક પીએમ બનશે?

બ્રિટનમાં નવી સરકાર બન્યા બાદ સતત વિવાદો થતા જોવા મળી રહ્યા છે. પહેલા મંત્રીઓના રાજીનામાં અને હવે ખુદ વડાપ્રધાને રાજીનામું આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લંડન : બ્રિટનમાં નવી સરકાર બન્યા બાદ સતત વિવાદો થતા જોવા મળી રહ્યા છે. પહેલા મંત્રીઓના રાજીનામાં અને હવે ખુદ વડાપ્રધાને રાજીનામું આપ્યુ છે.

Liz Truss

બ્રિટનમાં છેલ્લા કેટલાક સમયથી ટેક્સને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈને સરકારના બે મંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યા હતા. હવે આ આગ ખુદ વડાપ્રધાન સુધી પહોંચી છે અને તેમને રાજીનામું આપવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રસ સરકાર આર્થિક બાબતોને લગતા નિર્ણયોને લઈને ઘેરાઈ હતી. આ નિર્ણયોને કારણે પોતાની પાર્ટીમાં જ લિઝ ટ્રસને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હવે આ વિવાદે તેમની ખુરશી છીનવી લીધી છે.

અહીં તમને જણાવી દઈએ કે, બોરિસ જ્હોન્સનના રાજીનામાં બાદ પીએમ પદ માટે લિઝ ટ્રસ અને ઋષિ સુનક વચ્ચે ભારે ટક્કર જોવા મળી હતી. આખરે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ લિઝ ટ્રસને સમર્થન આપી 7 સપ્ટેમ્બરે પીએમ બનાવ્યા હતા. જો કે લિઝ ટ્રસ માત્ર 45 દિવસ ખુરશી બચાવી શક્યા અને સૌથી ઓછા દિવસ વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવી ખુરશી છોડી દીધી છે.

English summary
British Prime Minister Liz Truss resigns
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X