બુલેટ પ્રુફ કિડ્સ બનિયાન મેક્સિકોમાં ભારે લોકપ્રિય

કોલમ્બિયાના બિઝનેસમેન મિગુલ કેબાલેરો જે 'અરમાની ઓફ આર્મોર'ના નામે પણ જાણીતો છે તેણે જણાવ્યું કે અમેરિકામાં બાળકો માટેના આવા કપડાંનું વેચાણ છેલ્લા ઘણા સમયથી થઇ રહ્યું છે. અમે હવે કેનેડાના માર્કેટમાં પણ પહોંચવા માંગીએ છીએ. તેમણે જણાવ્યું કે આ પોશાક એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તે કોઇના ધ્યાનમાં આવતા નથી, છતાં બાળકોનું રક્ષણ કરે છે.
તેમણે જણાવ્યું કે આ જેકેટ્સનું વજન અંદાજે એક કિલો હોય છે અને તેની કિંમત 150થી 450 અમેરિકન ડોલર જેટલી હોય છે. છેલ્લા ઘણા સમયથી રાજકારણીઓ અને મોટી હસ્તીઓ માટે બુલેટપ્રુફ કપડાં બનાવતા કેબલેરોએ જણાવ્યું કે આ પ્રકારના કપડાં સિન્થેટિક ફાઇબર માંથી બને છે. તેમાં એક ખાસ પ્રકારનું મટીરિયલ પણ ઉમેરવામાં આવે છે જેના કારણે તે હુમલો સહન કરી શકે છેં.
તેમણે જણાવ્યું કે બાળકો હોંશે હોંશે આ કપડાં પહેરે તે માટે તેની પર એક્શન હિરોની પ્રિન્ટ અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
