For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમરુનની અપિલ, ઓબામા મિશેલને સમિટમાં ના લાવે

|
Google Oneindia Gujarati News

david cameron
લંડન, 23 ફેબ્રુઆરી: બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને એવી અપીલ કરી છે કે તેઓ જી 8 સમિટમાં તે તેમની પત્ની મિશેલને સાથે લઇને ના આવે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેમરુને ઇચ્છા વ્યક્ત કરી છે કે જૂનમાં યોજાનાર આ સમિટમાં ભાગ લેવા આવનાર નેતાઓ પોતાની પત્ની અને ગર્લફ્રેન્ડને સાથે લઇને ના આવે. તેમનું માનવું છે કે પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે હોવાથી નેતાઓનું ધ્યાન ભટકે છે અને તેઓ મુદ્દા પર ફોકસ નથી કરી શકતા.

કેમરુનના આ એપ્રોચને પગલે તેમની પત્ની સામંતા કેમરુન આ વખતે જી8 સમિટની પરંપરા તોડવાની યોજના બનાવી રહી છે. આ વખતે તેઓ નેતાઓની સાથે આવનાર તેમની પત્નીઓ માટે અલગથી કોઇ પ્રોગ્રામનું આયોજન નહી કરે.

જો ડેવિડ કેમરોનની અપીલને નેતા માની લેશે તો ઉત્તરી આયર્લેન્ડમાં આ વખતે યોજાનાર આ સમિટમાં મિશેલ ઓબામાં અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઓલાંદની ગર્લફ્રેન્ડ વાયલરી ટ્રિયરવાઇલર ભાગ નહીં લઇ શકે.

જોકે અધિકારીઓનું કહેવું છે કે જો નેતાઓ તેમની પત્નીઓને સાથે લાવવાની જીદ કરશે તો અમે તેમને રોકી શકીશું નહી. આવી સ્થિતિમાં કેમરુન ડાઉનિંગ સ્ટ્રીટમાં લંચનું આયોજન કરશે. પરંતુ અધિકારીઓને આશા છે કે તેઓ નેતાઓને મનાવી લેશે.

English summary
Cameron has asked that G8 leaders leave their partner at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X