સેક્સનું પણ થઇ શકે છે 'વ્યસન'? તો શું બળાત્કારીઓને છોડી દેવામાં આવશે?

'લવ હોર્મોન' ઓક્સીટોસીનના ઉચ્ચ સ્તરને કારણે સેક્સ એડિક્શન 'વાસ્તવિક' છે. જો કે, કેટલાક નિષ્ણાતો આ સંશોધનના પરિણામોને સ્વીકારતા નથી. તેઓ કહે છે કે, સેક્સ એડિક્શન કોઈ બીમારી નથી પણ નબળાઈ છે.

લંડન : શું સેક્સ એડિક્શનને રોગ તરીકે જોવું જોઈએ? એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, 'લવ હોર્મોન' ઓક્સીટોસીનના ઉચ્ચ સ્તરને કારણે સેક્સ એડિક્શન 'વાસ્તવિક' છે. જો કે, કેટલાક નિષ્ણાતો આ સંશોધનના પરિણામોને સ્વીકારતા નથી. તેઓ કહે છે કે, સેક્સ એડિક્શન કોઈ બીમારી નથી પણ નબળાઈ છે. એ પણ સમજાવું જોઇએ કે સેક્સ એડિક્શનવાળા પુરુષોની સ્થિતિને હાઇપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.

રક્ત પરીક્ષણમાં વધુ ઓક્સિટોસિન જોવા મળે છે

રક્ત પરીક્ષણમાં વધુ ઓક્સિટોસિન જોવા મળે છે

'ડેઈલી મેલ'માં છપાયેલા સમાચાર અનુસાર, સંશોધન દરમિયાન સેક્સ એડિક્શનથી પીડિત સામાન્ય પુરુષોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુંછે કે, સેક્સ વ્યસન ધરાવતા પુરુષોમાં ઓક્સીટોસિનનું સ્તર અન્ય લોકો કરતા નોંધપાત્ર રીતે વધારે હતું.

સંશોધકોનું કહેવું છે કે, સેક્સ એડિક્શન સંપૂર્ણપણે જૈવિક સ્થિતિછે. આમાં સંબંધિત વ્યક્તિનો કોઈ દોષ નથી અને તેને આ માટે દોષી ઠેરવવો જોઈએ નહીં.

તો પછી બળાત્કારીઓને છોડી દેવામાં આવશે

તો પછી બળાત્કારીઓને છોડી દેવામાં આવશે

જોકે, ડૉ. મેક્સ પેમ્બર્ટનની વિચારસરણી અલગ છે. તેમણે કહ્યું કે, સેક્સ એડિક્શન ઈન્ડસ્ટ્રી જેમ કે રિહેબ ક્લિનિક્સ વગેરે સેક્સ એડિક્શનને મેડિકલ કન્ડિશન બનાવવાનોપ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જો આમ થશે તો બળાત્કારીઓને મેડિકલના આધારે સરળતાથી છોડી દેવામાં આવશે.

આવા સમયે જ સંશોધનમાં સામેલ વૈજ્ઞાનિકોનું કહેવું છેકે, તેમની શોધ એક એવી દવાના વિકાસ તરફ દોરી શકે છે જે હાઇપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર ધરાવતા લોકો માટે ઓક્સીટોસિનને અવરોધિત કરવામાં મદદ કરશે.

દાવાના સમર્થનમાં આપવામાં આવી છે આ દલીલ

દાવાના સમર્થનમાં આપવામાં આવી છે આ દલીલ

પેમ્બર્ટનના જણાવ્યા મુજબ, ઉચ્ચ ઓક્સિટોસિન સેક્સ વ્યસન સાથે સંકળાયેલું છે, પરંતુ તે સીધું તેના કારણે થતું નથી. તેથી તે પણ શક્ય છે કે, જે લોકો વધુ સેક્સ કરેછે, તેનું સ્તર વધી શકે છે. પેમ્બર્ટને કહ્યું કે, હું એ માનવાનો ઇન્કાર કરું છું કે વ્યક્તિ તેના હોર્મોન્સને નિયંત્રિત કરવામાં અસમર્થ છે અને તેનો ગુલામ બની જાય છે.

આપણા વર્તન પર આપણું નિયંત્રણ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સેક્સ એડિક્શન એ કોઈ રોગ નથી, પરંતુ એક નબળાઈ છે અને તેને રોગ તરીકે ગણવાથીબળાત્કારીને બચવાની તક મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X