For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડિયન અવકાશયાત્રીનો સ્પેસમાં બ્રશ કરવાનો વિડિયો થયો વાયરલ

|
Google Oneindia Gujarati News

colonal-cris-headfield
તમને અંદાજ છે કે અવકાશ એટલે કે સ્પેસમાં રહેતા અવકાશયાત્રીઓ દિવસની શરૂઆત ગણાતા દાંત સાફ કરવાની પ્રક્રિયા કેવી રીતે કરે છે? પૃથ્વીથી હજારો ફૂટ ઊંચે સ્પેસમાં આવેલા ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓ કેવી રીતે જીવતા હોય છે એવી સામાન્ય રીતે જોવા મળતી લોકોની ઉત્સુકતાને સંતોષવા માટે અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન એટલે કે નાસા દ્વારા અવારનવાર વિડિયો રિલીઝ કરવામાં આવતા હોય છે,

જો કે આ વખતે નાસા દ્વારા નહીં પણ એક કેનેડિયન અવકાશયાત્રીએ યુટ્યુબ પર મૂકેલો આ વિડિયો વાયરલ થયો છે. તાજેતરમાં જ સ્પેસ સ્ટેશનના કૅનેડિયન ઍસ્ટ્રોનૉટે સ્પેસમાં કેવી રીતે બ્રશ કરવું એ સમજાવતો વિડિયો જાહેર કર્યો હતો. આ વિડિયોમાં કોલોનલ ક્રિસ હેડફીલ્ડ નામના અવકાશયાત્રીએ કહ્યું હતું કે સ્પેસમાં ગુરુત્વાકર્ષણનું પ્રમાણ શૂન્ય હોવાથી દાંત સાફ કરતી વખતે જે સૌથી મહત્વની વાત યાદ રાખવા જેવી છે તે એ કે બ્રશ કરતી વખતે ક્યારેય બહાર થૂંકવું નહીં, કારણ કે ઝીરો ગ્રૅવિટીને કારણે આ થૂંક નીચે પડવાને બદલે હવામાં ઊડી શકે છે.

આ વિડિયોમાં હેડ ફિલ્ડ જાતે જ દરશાવે છે કે બ્રશ કેવી રીતે ભીનું કરવામાં આવે છે. તેમાં પેસ્ટ કેવી રીતે લગાવવામાં આવે છે અને બ્રશ કર્યા હાદ થૂંક બહાર ફેંકવાને બદલે ગળી જાય છે, કારણ કે સ્પેસ સ્ટેશનમાં એનો નિકાલ કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. આ મજેદાર વિડિયો યુટ્યુબ યુઝર્સમાં ભારે લોકપ્રિય બન્યો છે.

<center><iframe src ="http://video.news.com.au/embed/2367697251/Brushing-your-teeth-in-space?player=narrow" width="330" height="365" frameborder="0" marginheight="0" marginwidth="0" scrolling="no"><p><a href="http://video.news.com.au/2367697251/Brushing-your-teeth-in-space">VIDEO: Brushing your teeth in space</a></p></iframe></center>

English summary
Canadian astronaut release video of brushing your teeth in space.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X