પાકિસ્તાની મહિલાએ ટ્વીટર પર સુષ્મા સ્વરાજની માંગી મદદ

Written By:
Subscribe to Oneindia News

ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર ખૂબ સક્રિય છે અને ટ્વીટર પર તેમની મદદ માંગનારને હંમેશા મદદ મળી રહે છે. હવે એક પાકિસ્તાની મહિલાએ સુષ્મા સ્વરાજ સામે મદદ માટે હાથ લંબાવ્યો છે. આ મહિલાએ ટ્વીટર પર સુષ્મા સ્વરાજને ટ્વીટ કરી પોતાની તસવીર અને વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

pakistan social media

મૂળ પાકિસ્તાનની આ મહિલા કેન્સરથી પાડિત છે અને સારવાર માટે ભારત આવવા માંગે છે. ભારતીય દૂતાવાસ દ્વારા તેની વિઝાની અરજી નકારવામાં આવી છે. આથી તેણે ટ્વીટટર પર સુષ્મા સ્વરાજની મદદ માંગી છે. 25 વર્ષીય ફૈઝા તનવીર અમેલોબ્લાસ્ટોમાથઈ પીડિત છે, આ ઘણો ગંભીર રોગ છે.

faiza tanveer tweet

પાકિસ્તાનના મીડિયા અહેવાલો અનુસાર, ફૈઝા સારવાર ઉત્તર પ્રદેશ સ્થિત ગાઝિયાબાદની ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ(આઇડીસીએચ) જનાર હતી અને તેણે સારવાર અર્થે રૂ.10 લાખનુ એડવાન્સ પણ ભર્યું હતું. પરંતુ ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશને ફૈઝાના મેડિકલ વિઝાની અરજી નકારી કાઢી હતી. આથી આખરે તેણે સોશિયલ મીડિયાની મદદ લીધી છે. તેણે સુષ્મા સ્વરાજને આ મામલે દખલઅંદાજી કરવાનો આગ્રહ કર્યો છે. તેણે સાથે જ પોતાની એક તસવીર અને વીડિયો પણ પોસ્ટ કર્યો છે. નોંધનીય છે કે, ઇદ નિમિત્તે સુષ્મા સ્વરાજે દેશને શુભકામનાઓ પાઠવી હતી, આ ટ્વીટ નીચે જ ફૈઝા તનવીરે મદદની માંગણી કરી છે.

English summary
Cancer patient from Pakistan seeks help from Sushma Swaraj for medical visa.
Please Wait while comments are loading...