ચંદ્રયાન-2: લેંડર વિક્રમને લઇને નાસાએ આપ્યું મોટુ નિવેદન
ચંદ્રયાન-2ને લઇને અમેરીકાની સ્પેસ એજન્સી નાસા તરફથી એક મોટુ નિવેદન સામે આવ્યું છે. નાસાએ કહ્યું છેકે તાજેતરમાં જ ચંદ્ર પાસેથી પસાર થઇ રહેલા તેમના ઓર્બિટરે ચંદ્રની તસ્વિરો લીધી હતી.
ચંદ્રયાન-2ને લઇને અમેરીકાની સ્પેસ એજન્સી નાસા તરફથી એક મોટુ નિવેદન સામે આવ્યું છે. નાસાએ કહ્યું છેકે તાજેતરમાં જ ચંદ્ર પાસેથી પસાર થઇ રહેલા તેમના ઓર્બિટરે ચંદ્રની તસ્વિરો લીધી હતી, જેમાં ઇસરોના લેંડર વિક્રમ વિશે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. તમને જણાવી દઇએ કે 7 સપ્ટેમ્બરે ઇસરોએ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તુટતા પહેલા ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાની કોશિશ કરી હતી, પરંતું તેઓ સફળ થયા ન હતા.

વિક્રમ લેન્ડરના કોઇ સબુત મળ્યા નથી: નાસા
નાસાના લુનર રિકોગનિંસેંસ ઓર્બિટર (LRO) મિશનના પ્રોજેક્ટ વૈજ્ઞાનિક નોઆ એડવર્ડ પેટ્રોએ PTIને ઇમેલ કર્યો હતો. ઇમેલમાં તેમણે જણાવ્યું હતું કે લુનર રિકોગનિંસેંસ ઓર્બિટર (LRO) ચંદ્રયાન:2ની શોધમાં ચંદ્રના એજ હીસ્સામાંથી પસાર થયું હતું, જ્યાં ઇસરોએ વિક્રમ લેન્ડર ઉતારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન તેમણે કેટલીક તસ્વિરેો પણ લીધી હતી પરંતુ તેમાં વિક્રમ લેન્ડરનો કોઇ સબુત મળ્યો ન હતો.

17 સપ્ટેમ્બરે નાસાએ મોકલી હતી તસ્વિરો
જોકે નાસાએ વિક્રમ લેન્ડરની સંભાવનાઓથી ઇનકાર કર્યો નથી. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડર ચંદ્રના અંધારાવાળા વિસ્તારમાં કે સર્ચિંગ વિસ્તારથી બહાર હોઇ શકે છે. ઉલ્લેખનિય છેકે 17 સપ્ટેમ્બરે અમેરીકી સ્પેસ એજન્સી નાસાએ લેન્ડિંગ સાઇટની તસ્વિરો જાહેર કરી જણાવ્યું હતું કે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગના પ્રયાસ દરમિયાન સંપર્ક તુટી જતા ચંદ્રયાન:2ના લેન્ડરની હાર્ડ લેન્ડિંગ થઇ હતી.

ઇસરો
ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન:2 મિશન દ્વારા વિક્રમ લેન્ડરને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવાની કોશિશ કરી હતી. પરંતુ ચંદ્રની સપાટીથી થોડા અંતરે જ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તુટી ગયો હતો, જેથી ભારત ચંદ્ર પર ઐતિહાસિક છલાંગ લગાવવાથી એક પગલુ દુર રહી ગયો હતો. આ પછીથી ઇસરોની ટીમ લગાતાર એ જાણવાનો પ્રયાસ કરી રહી છેકે ક્યા કમી રહી જેના કારણે લેન્ડરનું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરાવી શક્યા નહી અને તેની સાથે સંપર્ક તુટી ગયો.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની વઘુ એક ભેટ, લાખો કર્મચારીઓનો પગાર વધ્યો
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
