For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની વઘુ એક ભેટ, લાખો કર્મચારીઓનો પગાર વધ્યો

જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની વઘુ એક ભેટ, લાખો કર્મચારીઓનો પગાર વધ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને વધુ એક ભેટ આપી છે. સરકારે અહીંના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના નવા કેન્દ્રશાસિત પ્રદેશના સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપતા તેમના પગારમાં વધારો કર્યો છે. સરકારે કેનદ્રીય કર્મચારીઓના પગારમાં ભારે વધારો કર્યો છે.

જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની ભેટ

જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની ભેટ

સરકારે જમ્મુ-કાશ્મીરને વધુ એક ભેટ આપી છે. કલમ 370 હટાવ્યા બાદ સરકારે હવે અહીંના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે. સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કર્મચારીઓને સાતમાં પગાર પંચની ભલામણોને આધારે પગાર આપવાનો ફેસલો કર્યો છે. સરકારના આ ફેસલાથી આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોના 4. લાખ સરકારી કર્મચારીઓને લાભ થશે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના 4.5 લાખ કર્મચારીઓને ફાયદો

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના 4.5 લાખ કર્મચારીઓને ફાયદો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાણકારી આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કર્મચારીઓને સાતમા પગાર પંચના આધારે ભથ્થું મળશે. મોદી સરકારના આ ફેસલાથી 4.5 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થશે. 31 ઓક્ટોબરથી આ આદેશ લાગૂ થશે. આ વધારામાં બાળ શિક્ષણ ભથ્થું, છાત્રાવાસ ભથ્થું, પરિવહન ભથ્થું, એલટીએસ, ફિક્સ્ડ ચિકિત્સા ભથ્થું સહિત અન્ય ભથ્થાં સામેલ છે.

બેઝિક સેલેરીમાં 11000નો વધારો

બેઝિક સેલેરીમાં 11000નો વધારો

જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કર્મચારીઓના પગારમાં તગડો વધારો થશે. આ કર્મચારીઓની બેઝિક સેલેરી 7000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા થઈ જશે. જ્યારે સેક્રેટરી સ્તરની મહત્તમ સેલેરી જે 90000 રૂપિયા છે તે વધીને 2.5 લાખ રૂપિયા થઈ જશે.જ્યારે આ ફેસલાથી ગ્રેજ્યુઅટી 10 લાખ રૂપિયાથી વધી 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને એક્સ ગ્રેશિયો 10-20 લાખને બદલે 25-45 લાખ રૂપિયા હશે.

<strong>INX Media Case: ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન, તેમછતા રહેશે જેલમાં</strong>INX Media Case: ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન, તેમછતા રહેશે જેલમાં

English summary
employees of jammu and kashmir will get benefit of 7th pay commission from 30th october
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X