For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણેય પુત્રોને લડવા મોકલશે ચેચન્યા કમાન્ડર, જાણો કોણ છે રમજાન કાદિરોવ?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી નજીકના સમર્થક અને ચેચન નેતા રમજાન કાદિરોવે પોતાના કુમળીવયના બાળકોને યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મોસ્કો. ઓકટોબર : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી નજીકના સમર્થક અને ચેચન નેતા રમજાન કાદિરોવે પોતાના કુમળીવયના બાળકોને યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવાનો નિર્ણય કર્યો છે.

અલજજીરાના એક અહેવાલ મુજબ ચેચન્યા નેતા રમજાનકાદિરોવે પોતાના ત્રણેય કિશોર પુત્રોવને યુક્રનમાં રશિયન સેના તરફ લડાઇમાં મોકલવાની જાહેરાત કરી છે.

રમજાન કાદિરોવના ત્રણેય પુત્રો રશિયન સેનામાં ફ્રન્ટલાઇનમાં શામેલ થશે. ત્રણેય કિશોર પુત્રોને યુદ્ધમાં મોકલવાના આ નિર્ણયની ચર્ચા પૂરી દુનિયામાં થઇ રહી છે.

પુત્રોને યુદ્ધમાં મોકલશે રમઝાન કાદિરોવ

પુત્રોને યુદ્ધમાં મોકલશે રમઝાન કાદિરોવ

રમઝાન કાદિરોવ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના સૌથી નજીકના મિત્રોમાંના એક છે. હાર બાદ રશિયન સૈનિકો પર પ્રહારો કર્યાઅને યુક્રેનમાં ઓછા વિનાશક પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાની હાકલ પણ કરી હતી.

યુક્રેન યુદ્ધમાં ખાનગી સૈન્યના કમાન્ડર ચેચન્યાના નેતા રમઝાન કાદિરોવે અગાઉ માગ કરી હતી કે, પૂર્વ યુક્રેનમાં રશિયન સૈન્યના કમાન્ડર પાસેથી તેના ચંદ્રકો છીનવીલેવામાં આવે અને લડવા માટે આગળની લાઇનમાં મોકલવામાં આવે.

તેમણે કર્નલ-જનરલ એલેક્ઝાન્ડર લેપિનની પણ ટીકા કરી અનેતેમને "મીડિયન" ગણાવ્યા હતા. પૂર્વ યુક્રેનના મુખ્ય શહેર લીમેનમાંથી રશિયન દળોની પીછેહઠ બાદથી ચેચન નેતાએ રશિયન લશ્કરી વડાઓની ટીકા કરી છે.

રમઝાન કાદિરોવે સોશિયલ મીડિયા નેટવર્ક ટેલિગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે માહિતી આપી છે કે, તેના ત્રણ પુત્રો ટૂંક સમયમાં યુક્રેનમાં રશિયન સેના વતી લડવા માટે ફ્રન્ટલાઈન ફોર્સમાં જોડાશે.

પોતાની જાતને સાબિત કરવાનો આ જ સમય છે - કાદિરોવ

પોતાની જાતને સાબિત કરવાનો આ જ સમય છે - કાદિરોવ

રમઝાન કાદિરોવે મેસેજિંગ એપ ટેલિગ્રામ પર તેમના ત્રણ સગીર પુત્રોનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે જણાવે છે કે, તેમના માટે યુદ્ધમાં જવાનો સમય આવી ગયો છે અને તેઓ ટૂંક સમયમાં રશિયન સેનાની આગળની હરોળમાં જોડાઈ જશે.

રમઝાન કાદિરોવના ત્રણ પુત્રો માત્ર 16 વર્ષ, 15 વર્ષ અને 14 વર્ષની વયના છે. તેમના ત્રણ પુત્રોને નાની ઉંમરમાં જ એક મોટા યુદ્ધમાં લડવાની તાલીમ આપવામાંઆવી છે અને હવે સમય આવી ગયો છે કે, તેઓ વાસ્તવિક યુદ્ધમાં પોતાને સાબિત કરે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હું મજાક નથી કરી રહ્યો અને હું ફક્ત મારા પુત્રોની ઈચ્છાઓનું સ્વાગત કરી શકું છું. તેમણે ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયોમાં તેનો દીકરો લશ્કરી કપડામાં જોવા મળે છે અને તેમણે ઘેરા ચશ્મા પહેર્યા હતા.

આ ત્રણેય એક ટાંકી પર બેઠેલા જોવા મળે છે અને તેમની કમરે બંદૂક બાંધેલી હતી. કાદિરોવના પુત્રો યુદ્ધના મેદાનમાં જતા પહેલા ખૂબ જ ઉત્સાહિત હોવાનું પણ વીડિયોમાં શકાય છે.

આક્રમક લડાઇના કટ્ટર સમર્થક

આક્રમક લડાઇના કટ્ટર સમર્થક

યુક્રેન યુદ્ધમાં ચેચન્યા સૈનિકોના કમાન્ડર રમઝાન કાદિરોવ રાષ્ટ્રપતિ પુતિનના કટ્ટર સમર્થક છે અને તેમણે યુક્રેનમાં ભયંકર આક્રમક રીતે ન લડવા બદલ પુતિનની ટીકા પણ કરી છે.

તેમણે ઘણી વખત કહ્યું છે કે, તે પુતિન માટે તેના જીવન કરતાં પણ વધુ આપી શકે છે અને આજે તે સમય આવી ગયો છે, જ્યારે તેણે પોતાની મિત્રતા દર્શાવી હતી. રમઝાન કાદિરોવે એવું પણ સૂચન કર્યું હતું કે, રશિયાએ નાના વ્યૂહાત્મક પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ.

ક્રેમલિને સોમવારના રોજ યુક્રેનમાં પરમાણુ બોમ્બના ઉપયોગ અંગેની તમામ આશંકાઓને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, પરમાણુ હથિયારનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં કરવામાં આવશે નહીં.

કાદિરોવના આ નિર્ણયથી રશિયન ભાવુક

કાદિરોવના આ નિર્ણયથી રશિયન ભાવુક

રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ, ત્રણેય પુત્રોને યુદ્ધમાં જવા દેવાના કાદિરોવના નિર્ણયને ભાવનાત્મક પળ ગણાવી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, મુશ્કેલ ક્ષણોમાં પણ લાગણીઓને કોઈપણ મૂલ્યાંકનમાંથી બાકાત રાખવી જોઈએ. યુક્રેનમાં લશ્કરી અભિયાન માટે ચેચન નેતા પેસ્કોવ તેમના પરાક્રમી યોગદાનની પ્રશંસા કરી રહ્યા છે.

રમઝાન કાદિરોવની ચારેતરફ પ્રશંસા

રમઝાન કાદિરોવની ચારેતરફ પ્રશંસા

વેગનર ગ્રૂપના સ્થાપક અને પુતિનના રસોઇયા તરીકે જાણીતા યેવજેની પ્રિગોઝિને પુત્રોને યુદ્ધભૂમિમાં મોકલવાના નિર્ણય બદલ કાદિરોવને અભિનંદન આપ્યા હતા.

યેવજેની પ્રિગોઝિને જણાવ્યું હતું કે, રમઝાન - તમે છો રોક મેન! ઉલ્લેખનીય છે કે, યેવજેની પ્રિગોઝિન ભાડૂતી સૈનિકો પણ પૂરા પાડે છે, જે હાલમાં રશિયા વતી યુક્રેનમાં લડી રહ્યા છે.

યેવજેની પ્રિગોઝિને પણ રશિયન સૈનિકોને સખત ઠપકો આપ્યો છે અને કહ્યું છે કે, આ સૈનિકોને ખુલ્લા પગે સરહદ પર મોકલવા જોઈએ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમના શબ્દોને સંરક્ષણ મંત્રાલયની ટીકા માનવા જોઈએ, તો પ્રિગોઝિને જવાબ આપ્યો, ભગવાન તેમને માફ કરો. આ નિવેદનો ટીકા નથી, પરંતુ માત્ર પ્રેમ અને સમર્થનની અભિવ્યક્તિ છે. પ્રિગોઝિનના ભાડૂતી દળોએ માળી, મધ્ય આફ્રિકન રિપબ્લિક, લિબિયા અને સિરિયામાં સંઘર્ષોમાં પણ ભાગ લીધો છે.

રમઝાન કાદિરોવ કોણ છે?

રમઝાન કાદિરોવ કોણ છે?

ઉલ્લેખનીય છે કે, રમઝાન કાદિરોવ રાષ્ટ્રપતિ પુતિનના સૌથી નજીકના મિત્રોમાંથી એક છે, જેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ પુતિન યુક્રેન યુદ્ધમાં નિર્ણય લઈ રહ્યા છે.

રમઝાન કાદિરોવ 43 વર્ષના છે અને તે રશિયન રિપબ્લિક ઓફ ચેચન્યાના વડા છે. તે પોતાને રાષ્ટ્રપતિપુતિનના સૌથી મોટા ભક્ત ગણાવે છે. તેઓ પુતિનની સ્ટાઈલથી ધાકમાં છે, પુતિન કેટલી સરળતાથી દુનિયાના મોટા નિયમો તોડી નાખે છે.

અત્રે નોંધનીય છે કે, ચેચન્યા રશિયાની દક્ષિણી સરહદ પર એક નાનકડું સ્થળ છે અને એક સમયે સોવિયત સંઘ દ્વારા જીતવામાં આવ્યું હતું.

સોવિયેત યુનિયનના વિઘટન પછી ચેચન્યાએ પોતાને એક સ્વતંત્ર પ્રદેશ જાહેર કર્યો હોવા છતાં, રશિયાએ ફરીથી ચેચન્યા પર કબ્જો કર્યો અને પુતિને બાદમાં રમઝાન કાદિરોવને ચેચન્યાના વડા બનાવ્યા હતા. રશિયા હજૂ પણ ચેચન્યાના બજેટનો 80 ટકા પૂરો પાડે છે.

English summary
Chechnya commander will send three son to fight, know who Ramzan Kadyrov is?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X