For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની સાથે CEOએ ચાખ્યો ટેસ્ટ "મેક ઇન ઇન્ડીયા"

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી ગુરૂવારે અમેરિકાના 50 લિડીંગ CEOને મળ્યાં. લગભગ 4 ટ્રીલિયન ડૉલરની આ મુલાકાત દરમ્યાન પીએમ મોદી CEOની સામે મેક ઇન ઇન્ડીયાની વાત કરી રહ્યાં હતા. પરંતુ તેમને તે વાતનો અંદાજ ઓછો હતો કે આ દરમ્યાન તેમને ડીનરનો સ્વાદ પણ "મેક ઇન ઇન્ડીયા" જ મળવાનો છે.

CEOની સાથે આ ખાસ મિટીંગ બાદ ડિનર માટે હોટલ વૉલડોર્ફ એસ્ટોરીયામાં ખાસ સુવિધાઓ કરવામાં આવી હતી. અને આ તમામ સુવિધાઓનો ખાસ ખ્યાલ રાખ્યો હતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શેફ વિકાસ ખન્નાએ.

વિકાસે આ મિટીંગના ડીનર માટે ભારતના 30 તહેવારોને પ્રદર્શિત કરતા સાત જુદા જુદા પકવાન પીએમ મોદી અને CEO માટે તૈયાર કર્યા હતા. આ મિટીંગ બાદ વિકાસ ખન્નાની જ વાતો થઇ રહી હતી. પીએમ મોદીએ વિકાસને ડીનર બાદ કહ્યું કે વિકાસે પોતાની કળા દ્વારા આખાય દેશને ગર્વ અનુભવ કરવાની તક આપી છે.

આગળની સ્લાઇડઝમાં જાણો કે વિકાસ કેવી રીતે આખો દિવસ બીઝી રહ્યાં અને પીએમે તેમની કલાના કેવા વખાણ કર્યા.

શું શું બનાવ્યુ વિકાસે

શું શું બનાવ્યુ વિકાસે

વિકાસે પીએમ મોદી અને CEO માટે પનીર રાવિઓલી, મિઝોરમ બ્લેક રાઇઝ ખીચડી, કોકોનેટ રાઇઝ ક્રીમ બ્રુલી, ઠંડાઇ ચીકન, કોકોનેટ ચટની, સેવીયા કેક અને આવા જ કેટલાક પકવાન તૈયાર કર્યા છે.

ભારતથી ન્યૂયોર્ક પહોંચ્યા હતા મસાલા અને અન્ય સામાન

ભારતથી ન્યૂયોર્ક પહોંચ્યા હતા મસાલા અને અન્ય સામાન

કહેવામાં આવી રહ્યું છેકે વિકાસ ખન્ના અને તેમની ટીમે ટ્રેડીશ્નલ ડીશીસ બનાવવામાં કોઇ ખામી ન રહી જાય તે માટે ભારતમાંથી ખાસ મસાલા મંગાવ્યા હતા.

વિકાસના સ્પેશિયલ મોદક

વિકાસના સ્પેશિયલ મોદક

અમૃતસરમાં જન્મેલા વિકાસ ન્યૂયોર્કમાં એક રેસ્ટોરા "જૂનુન"ના માલિક છે. પીએમ મોદી અને CEOની સાથે ડિનર દરમ્યાન વિકાસે એક ખાસ મોદક રીપ્રેઝન્ટ કર્યા હતા.

પીએમે કહ્યું તમે ભારતને ગર્વ અપાવ્યુ છે

પીએમે કહ્યું તમે ભારતને ગર્વ અપાવ્યુ છે

આ દરમ્યાન વિકાસે ભારતીય પકવાનો પર આધારિત પુસ્તક "ઉત્સવ" પીએમ મોદીને ગીફ્ટ કર્યું. પીએમ મોદીએ વિકાસને કહ્યું કે તમે અમને ગર્વ અપાવ્યું છે

વિકાસ માટે પણ ન ભૂલી શકાય તેવી ક્ષણ

વિકાસ માટે પણ ન ભૂલી શકાય તેવી ક્ષણ

વિકાસે પણ ક્યારેય ન ભૂલી શકાય તેવી અને ગૌરવશાળી ક્ષણ ગણાવી હતી.

વ્હાઇટ હાઉસના કિચનમાં પણ વિકાસ

વ્હાઇટ હાઉસના કિચનમાં પણ વિકાસ

વિકાસ ખન્ના વર્ષ 2011માં પહેલા એવા ભારતીય શેફ હતા કે જેમને વ્હાઇટ હાઉસના કિચન સુધી જવાની તક મળી હતી.

English summary
Chef Vikas Khanna cooks food for PM Narendra Modi in US. Vikas feels its like an honour for him to cook food for the PM of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X