For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીને પણ ઠુકરાવ્યો ટ્રમ્પની મધ્યસ્થતાનો પ્રસ્તાવ, કહ્યુ - થર્ડ પાર્ટીની જરૂર નથી

ભારત બાદ હવે ચીને પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવેલ મધ્યસ્થતા પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ભારત બાદ હવે ચીને પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવેલ મધ્યસ્થતા પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે થર્ડ પાર્ટીએ ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થતા કરવાની કોઈ જરૂર નથી. બુધવારે ટ્રમ્પે કહ્યુ હતુ કે તે સીમા વિવાદ પર ભારત અને ચીન વચ્ચે મધ્યસ્થતા અને હસ્તક્ષેપ કરવા માટે તૈયાર છે.

modi-china

ચીની રક્ષા મંત્રાલયે કહ્યુ કે સ્થિતિ સ્થિર

પૂર્વ લદ્દાખ અને સિક્કિમમાં સ્થિત સીમા પર ચાલી રહેલ તણાવ વચ્ચે ચીનના સંરક્ષણ મંત્રાલય તરફથી પહેલી વાર અધિકૃત ટિપ્પણી કરવામાં આવી છે. ચીનના સંરક્ષણ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયામાં કહ્યુ છે કે ભારત અને ચીન સીમા પર સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે. સંરક્ષણ મંત્રાલયે પણ અપ્રત્યક્ષ રીતે મધ્યસ્થતાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા સીનિયર કર્નલ રેન મ્યુઓકિયાંગથી ગુરુવારે સીમા પર ચાલી રહેલ તણાવ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે પણ ચીની વિદેશ મંત્રાલય તરફથી આવેલ નિવેદનની જેમ જ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યુ કે બંને દેશોને આ સ્થિતિને સ્થાપિત સંપર્ક તંત્ર દ્વારા ઉકેલવી જોઈએ. તેમના શબ્દોમાં, 'ચીનની સ્થિતિ ભારત-ચીન સીમા પર એકદમ સ્પષ્ટ છે. ચીની સૈનિક બોર્ડરના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આગળ કહ્યુ, વર્તમાન સમયમાં ભારત-ચીન સીમા પર સ્થિતિ સ્થિર છે અને સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.'

ભારતે કહ્યુ, વાતચીતથી ઉકેલીશુ મુદ્દો

ભારતના વિદેશ મંત્રાલય તરફથી ટ્રમ્પ તરફથી આવેલ મધ્યસ્થીની રજૂઆતને પણ ફગાવી દેવામાં આવી છે. મંંત્રાલયે કહ્યુ છે કે ચીન સાથે ભારત સતત સંપર્કમાં છે અને સ્થાપિત તંત્રો અને રાજનાયકો દ્વારા વાતચીત ચાલુ છે. તમને જણાવી દઈએ કે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર અત્યારે તણાવની સ્થિતિ છે. બંને દેશોએ અહીં જવાનોની સંખ્યા વધારી દીધી છે અને હાલમાં રાજનાયિક સ્તરે આ મુદ્દાને ઉકેલવાની કોશિશ ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ, 'ભારત-ચીનમાં મોટો વિવાદ છે. બંને દેશો પાસે લગભગ 1.4 અબજ આબાદી છે. બંને દેશોની સેનાઓ બહુ જ શક્તિશાળી છે. ભારત ખુશ નથી'. આ પહેલા ટ્રમ્પે બુધવારે ટ્વિટ કર્યુ અને લખ્યુ, 'અમે ભારત અને ચીન બંનેને માહિતી આપી છે કે અમેરિકા તૈયાર છે અને તેમના સીમા વિવાદમાં હસ્તક્ષેપ કે મધ્યસ્થી કરવા ઈચ્છે છે.'

કોરોના માટે ગુજરાત સરકારને ઝાટકનાર હાઈકોર્ટની બેંચને બદલવામાં આવી

English summary
China also rejects Trump's offer to mediate and says there is no need for a third party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X