ચીને વધુ એક મુન મિશનની જાહેરાત કરી, માણસને ચદ્ર પર મોકલશે
ભારતને તેના ચંદ્રયાન 3 ને સફળતાપુર્વક લોંચ કરી દીધુ છે અને હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ભારતની આ સફળતા વચ્ચે ચીને પણ એક મોટી જાહેરાત કરી છે. ચીન હવે સમાનવ મુન મિશન કરવા જઈ રહ્યું છે.
ભારતના ચંદ્રયાન 3 ના લોંન્ચિંગ પહેલા પહેલા જ ચીને જાહેરાત કરતા કહ્યું કે, તે વર્ષ 2030માં ચંદ્ર પર મનુષ્યને મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે. જણાવી દઈએ કે, જે રીતે ઈસરો આગળ વદી રહ્યું છે તેને જોતા સ્પેસ રેસમાં રહેવા ચીને આ જાહેરાત કરી છે.

ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ તેના નવા માનવ ચંદ્ર મિશન માટે તેમની યોજનાઓની જાણકારી લોકો સામે રાખી. જો આ મિશન સફળ થશે તો ચીન ચંદ્ર પર માનવ મોકલનારો અમેરિકા પછીનો બીજો દેશ બની જશે.
અહેવાલો અનુસાર, ચાઇના મેનેડ સ્પેસ એજન્સીના ડેપ્યુટી ચીફ એન્જિનિયર ઝાંગ હેલિયને બુધવારે વુહાનમાં એરોસ્પેસ સમિટમાં પ્રારંભિક આ યોજનાની જાહેરાત કરી છે.
ચીન દ્વારા કહેવાયુ છે કે, તે વર્ષ 2030 પહેલા આ મિશનને અંતિમ સ્વરૂપ આપવાની આશા રાખે છે અને ચીનનું આ મિશન ચંદ્ર પર રિસર્ચ સ્ટેશન બનાવવાના પ્રોજેક્ટનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે, ચીન ચંદ્ર પર એક રિસર્ચ સ્ટેશન બનાવવાની કોશિશમાં છે અને આ જ યોજના હેઠળ ચીન પ્રથમ અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહ્યું છે.
ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચંદ્રની સપાટી પર બે લોંચ વ્હિકલ મોકલવામાં આવશે. આમાં એક લેન્ડર અને એક માનવ અવકાશયાન સામેલ હશે. ડોકીંગ પછી અવકાશયાનમાં સવાર ચીની અવકાશયાત્રીઓ લેન્ડરમાં પ્રવેશ અને ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે.
ચંદ્ર પર ઉતરીને અવકાશયાત્રીઓ સેમ્પલ એકત્રિત કરશે અને લેન્ડર પર ચઢતા પહેલા રિસર્ચ કરશે. ત્યારબાદ ભ્રમણકક્ષામાં રાહ જોઈ રહેલા અવકાશયાન સાથે ફરીથી જોડાશે અને પૃથ્વી પર પરત ફરશે.












Click it and Unblock the Notifications
