For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે યુગલ વધુ બાળકો પેદા કરી શકાશે, ચીને બદલી પોતાની ચાઇલ્ડ પોલિસી

ચીન સરકારે તેની બાળ નીતિમાં મોટા ફેરફાર કરીને માત્ર એક જ બાળકનો નિયમ બદલ્યો છે. ચીને ત્રણ બાળકોની નીતિને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ચીનમાં યુગલો ત્રણ બાળકો પેદા કરી શકશે.

|
Google Oneindia Gujarati News

ચીન સરકારે તેની બાળ નીતિમાં મોટા ફેરફાર કરીને માત્ર એક જ બાળકનો નિયમ બદલ્યો છે. ચીને ત્રણ બાળકોની નીતિને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ચીનમાં યુગલો ત્રણ બાળકો પેદા કરી શકશે. આ સાથે નવી નીતિ મુજબ દંપતીને ત્રણ બાળકો માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

child policy

ચીનમાં લાંબા સમયથી એક બાળકની નીતિ અમલમાં હતી. જેના કારણે ચીનમાં મોટી સંખ્યામાં વૃદ્ધ વસ્તી છે. વર્ષ 2016માં ચીને દાયકાઓ જૂની એક બાળકની નીતિ નાબૂદ કરી હતી અને બે બાળકોને જન્મ આપવાની મંજૂરી આપી હતી. હવે તેમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે મે મહિનામાં ચીનની શાસક કમ્યુનિસ્ટ પાર્ટીએ તેની કડક બે બાળકોની નીતિ હળવી કરી છે. તમામ યુગલોને ત્રણ બાળકો રાખવા સુધીની પરવાનગી આપી હતી. જેને હવે રાષ્ટ્રીય વિધાનસભાએ પણ મંજૂરી આપી દીધી છે. ચીનની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે અને જન્મ દર સતત ઘટી રહ્યો છે. આ અંગે ચીનની ચિંતા વધી રહી છે. આવી પરિસ્થિતિમાં ચીનની રાષ્ટ્રીય વિધાનસભાએ શુક્રવારના રોજ શાસક સામ્યવાદી પક્ષ દ્વારા દેશની વૃદ્ધ વસ્તી અને ઝડપથી ઘટતા જન્મ દરને રોકવા માટે રજૂ કરેલી ત્રણ સંતાન નીતિને મંજૂરી આપી છે.

નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)ની સ્થાયી સમિતિએ સુધારેલા વસ્તી અને કુટુંબ નિયોજન અધિનિયમ પસાર કરીને કાયદાએ વધુ સામાજિક અને આર્થિક સહકાર માટેના પગલાં પણ રજૂ કર્યા હતા. જેથી જે દંપતીને વધુ બાળકો હોય તેમને આર્થિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે. નવા કાયદામાં વધુ બાળકો ધરાવતા પરિવારનો આર્થિક બોજ ઘટાડવા માટે સરકાર દ્વારા શિક્ષણ, ઘર અને રોજગારમાં સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચીનની સામે એક મોટી કટોકટી છે.

દેશમાં 60 વર્ષથી ઉપરના લોકોની વસ્તી વધીને 264 મિલિયન થઈ ગઈ છે, આગામી પાંચ વર્ષમાં ચીનની વસ્તીનો એક ચતુર્થાંશ 65 વર્ષથી વધુનો હશે. તેનાથી દેશમાં કામ કરતા લોકોની સંખ્યા ઘટી જશે અને મોટું સંકટ ઉભું થશે. આવી પરિસ્થિતિમાં ચીનની સરકાર હવે દેશવાસીઓને ત્રણ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

English summary
The Chinese government has made a big change in its child policy, changing the rule to have only one child. China has approved the three-child policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X