For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં હવે પુરુષો પણ કહીં શકશે કે મારા પર રેપ થયો છે FIR નોંધો!

|
Google Oneindia Gujarati News

હાલમાં જ ચીનમાં બળાત્કારના કાનૂનમાં કેટલાક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે. જે મુજબ હવે ચીની પુરુષો તેમની સાથે થયેલા રેપ પર પોલિસ ફરિયાદ કરી શકે છે. અને તેને એક ગંભીર અપરાધના રૂપમાં દેખવામાં આવશે. એટલું જ નહીં બળાત્કાર કરનાર જે તે વ્યક્તિને આ બાદ કોર્ટમાં સખ્ત સજા પણ સંભળાવામાં આવશે. નોંધનીય છે કે દુનિયાભરમાં અનેક પુરુષો જોડે રોજ બળાત્કાર થાય છે, જેટલા કિસ્સાઓ સ્ત્રીઓ સાથે બળાત્કાર થવાના ધટે છે તેવા જ કિસ્સાઓ પુરુષો સાથે બળાત્કાર થવાના પણ થાય છે.

વીડિયો: ચીનમાં હજારો લોકોએ વાદળોમાં ઉડતો રાજમહેલ જોયાવીડિયો: ચીનમાં હજારો લોકોએ વાદળોમાં ઉડતો રાજમહેલ જોયા

આમાંથી ધણા કિસ્સામાં પુરુષો સાથે પુરુષો જ બળાત્કાર કરે છે અને ધણીવાર સ્ત્રીઓ પણ. પણ અનેક પુરુષો આ અંગે કોઇને કહી નથી શકતા. વધુમાં જ્યારે આ અંગે પોલિસ ફરિયાદ થાય છે ત્યારે તેને રેપ નહીં પણ સેક્યુઅલ હેરેસમેન્ટના રૂપમાં જોવામાં આવે છે. જેની કાનૂની સજા બળાત્કારની સજા કરતા ઓછી હોય છે.

ટ્રેનમાં સીટ માટે ખુલ્લેઆમ યુવતીઓએ ફાડ્યા એકબીજાના કપડાટ્રેનમાં સીટ માટે ખુલ્લેઆમ યુવતીઓએ ફાડ્યા એકબીજાના કપડા

અનેક વાર તેવા રિપોર્ટ બહાર આવી ચૂક્યા છે કે જેલના કેદીઓએ અન્ય કેદી પર બળાત્કાર કર્યો હોય અને આવા કિસ્સામાં જે જે તે વ્યક્તિ માનસિક રીતે પડી ભાંગે છે. ત્યારે ચીન આ દિશામાં સારું પગલું ઉઠાવતા તેના નિયમોમાં ફેરફાર કર્યા છે. અને બળાત્કારના કાનૂનમાં સ્ત્રીઓની સાથે પુરુષોને પણ સ્થાન આપ્યું છે. ત્યારે ચીને આ અંગે શું ફેરફાર કર્યા છે. કેવી સજા નક્કી કરી છે. અને બાળકો સાથે બળાત્કારના કેસમાં શું સજા ચીનમાં ફરમાવામાં આવી છે તે વિષે વધુ માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પુરુષ સાથે બળાત્કાર

પુરુષ સાથે બળાત્કાર

ચીનમાં વર્ષ 2010માં એક સિક્યોરીટી ગાર્ડે તેના પુરુષ સાથીને સેક્સુઅલી હરેસ કર્યો જે બાદ ફરીયાદ નોંધાતા તેને માત્ર 12 મહિનાની સજા મળી. જો કે જે બાદ ચીન તેના નિયમોમાં પરિવર્તન લાવ્યું.

રવિવારે લાગુ કરાયો આ નિયમ

રવિવારે લાગુ કરાયો આ નિયમ

આ નિયમને રવિવારે લાગુ કરવામાં આવ્યો છે. જે બાદ પુરુષ કે મહિલા બન્નેની જોડે થયેલા સેક્યુઅલ હરેસમેન્ટમાં દોષીને પાંચ વર્ષની સજા સંભળાવામાં આવશે. નોંધનીય છે કે પહેલા આ નિયમ ખાલી સ્ત્રીઓ માટે જ લાગુ પડતો હતો.

રૂપલલના સાથે રેપ

રૂપલલના સાથે રેપ

એટલું જ નહીં ઓછી ઉંમરની રૂપલલનાઓ સાથે સંબંધ બનાવાને પણ રેપની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

15 વર્ષની સજા

15 વર્ષની સજા

ચીની કાનૂન મુજબ 14 વર્ષ કે તેનાથી નીચેની ઉંમરની રૂપલલના જોડે શારિરીક સંબંધ બનાવા પર દોષીને 15 વર્ષની સજા થઇ શકે છે.

બાળકો પર બળાત્કાર

બાળકો પર બળાત્કાર

નોંધનીય છે કે પાછલા કેટલાક સમયમાં ચીનમાં બાળકો સાથે બળાત્કારના કિસ્સાઓ વધી રહ્યા છે. જે પર ચીન લાલ આંખ કરતા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે બાળકોને સાથે રેપ કરનાર દોષીઓને મોતની સજા પણ સભળાવવામાં આવે છે.

English summary
Male rape in China now a crime. China has just made an amendment to the criminal law which makes filing rape complaints easy for men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X