ભારતની બૉર્ડર સીલ કરવાના નિર્ણયને ચીને કહ્યો મૂર્ખતાપૂર્ણ

Subscribe to Oneindia News

ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહે થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે વર્ષ 2018 સુધી જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સાથે જોડાયેલ સીમાને સીલ કરી દેવામાં આવશે. ચીને આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ચીનનું કહેવુ છે કે ભારતનો આ નિર્ણય ઘણો મૂર્ખતાપૂર્ણ છે.

india pak border

ચીન અને ભારતના સંબંધો પર થશે અસર

મંગળવારે ચીનના લીડિંગ થીંક ટેંક ઇંસ્ટીટ્યુટ ઇંટરનેશનલ શંઘાઇ એકેડમીમાં આંતરરાષ્ટ્ર્રીય બાબતોના વિશેષગ્ન હૂ ઝિયોંગે કહ્યું કે ભારતે આ એક મૂર્ખતાપૂર્ણ નિર્ણય લીધો છે. ઝિયોંગની માનીએ તો પાક સાથે જોડાયેલી સીમાને સીલ કરવાનો ભારતનો નિર્ણય ભારત અને ચીનના સંબંધો પર અસર કરશે. તેમનુ કહેવુ છે કે ચીન, પાકિસ્તાનને પોતાનો વિશ્વાસપાત્ર સાથી માને છે અને તેની સાથે ઘણા મહત્વપૂર્ણ રાજકીય સંબંધો ધરાવે છે.

શાંતિ પ્રક્રિયા થશે પ્રભાવિત

ગયા શુક્રવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 3,323 કિમી લાંબી સીમાને ડિસેમ્બર 2018 સુધી સીલ કરી દેવાશે. ઝિયોંગની માનીએ તો આ નિર્ણયથી ભારત અને પાક વચ્ચેના સંબંધો વધુ તંગ થશે.
આ તરફ સદર્ન એંડ સેંટ્રલ એશિયન સ્ટડીઝ ઇંસ્ટીટ્યૂટના ડાયરેક્ટર વાંગા દેહુઆની માનીએ તો ભારત અને પાક વચ્ચેની સીલ્ડ બૉર્ડર બંને તરફથી ચાલી રહેલી શાંતિ પ્રક્રિયાને ભંગ કરવાનું જ કામ કરશે.

ભારત-પાક વચ્ચે શીત યુદ્ધ જેવી સ્થિતિ

દેહુઆ કહે છે કે ભારતનો નિર્ણય બંને દેશો વચ્ચે શાંત યુદ્ધ દર્શાવવા માટે પૂરતો છે. આ ઉપરાંત કાશ્મીરમાં રહેતા લોકોની મુશ્કેલીઓ પણ વધશે. વળી, ચીન-ભારત-પાકિસ્તાન આ ત્રણેના સંબંધો વધુ દુવિધાજનક થઇ શકે છે.

English summary
China feels that India's decision to seal the border with Pakistan is very irrational.
Please Wait while comments are loading...