
ચીનની નવી ચાલ, બરબાદ કર્યા બાદ હવે શ્રીલંકાને મફત પેટ્રેલ-ડીઝલ આપશે ડ્રેગન
શ્રીલંકાને વિનાશની કળણમાં ધકેલ્યા બાદ હવે ચીને ભારતના પાડોશી દેશમાં નવો પેંતરો શરૂ કર્યો છે. નવા રિપોર્ટ અનુસાર ચીને હવે શ્રીલંકાના 12 લાખ 32 હજાર 749 ખેડૂતોને મફતમાં ઈંધણ આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ચીનની સરકાર શ્રીલંકાના 3 હજાર 796 માછીમારોને માછીમારીના જહાજો આપશે. એવું માનવામાં આવે છે કે શ્રીલંકાને તબાહ કર્યા બાદ હવે ચીન તેના પર સંપૂર્ણ રાજદ્વારી અધિકાર મેળવવા માંગે છે, જેથી તે હિંદ મહાસાગરમાં ભારત સામે સંપૂર્ણ તાકાત સાથે મુકાબલો કરી શકે.

શ્રીલંકામાં ચીનની નવી ચાલ
રિપોર્ટ અનુસાર, ચીને શ્રીલંકાના ખેડૂતોને 10.6 મિલિયન લીટર ફ્રી ડીઝલનું વિતરણ કરવાની જાહેરાત કરી છે, જે 12 લાખ 32 હજાર 749 ખેડૂતોમાં વહેંચવામાં આવશે. એક ટ્વિટમાં, ચીની દૂતાવાસે જણાવ્યું હતું કે તમામ 3,796 માછીમારોને 1,000 લિટરની ક્ષમતા અને 40 ફૂટની ઊંડાઈવાળા માછીમારીના જહાજો આપવામાં આવશે. ચીની દૂતાવાસે કહ્યું કે ચીન શ્રીલંકાના લોકોને મફતમાં મદદ કરશે, તેથી તે હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ સાથે ચીને કહ્યું છે કે તે શ્રીલંકામાં બનેલા મસાલાને ચીનના બજારમાં ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરી રહ્યું છે, જેથી શ્રીલંકાની નિકાસ વધી શકે અને તેના વિદેશી મુદ્રા ભંડારને ફરીથી પૈસા મળી શકે. જો કે, સ્થાનિક ખેડૂતોએ ચીન સામે વિરોધ દર્શાવતા કહ્યું છે કે ચીનમાં આ એક્વાકલ્ચર પ્રોજેક્ટ તેમની આજીવિકા, સ્થાનિક દરિયાઈ પરિસ્થિતિ અને જમીન પર ગંભીર અસર કરશે. જિયો પોલિટિકાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દુનિયા જાણે છે કે ચીનની મહત્વકાંક્ષાઓની કોઈ સીમા નથી, પરંતુ વિશ્વમાં સૌથી શક્તિશાળી બનવાની તેમની ઈચ્છાથી શ્રીલંકા જેવા સંવેદનશીલ દેશોને ભારે નુકસાન થવાની સંભાવના છે.

શ્રીલંકા સાથે ગેમ રમી રહ્યું છે ચીન
તમને જણાવી દઈએ કે ચીન શ્રીલંકા સાથે ખૂબ જ ખતરનાક રમત રમી રહ્યું છે, જેને શ્રીલંકાના નેતાઓ કદાચ સમજી રહ્યા નથી, અથવા તો સમજવાનું નામ નથી લઈ રહ્યા. શ્રીલંકાની વારંવારની વિનંતી છતાં ચીન ન તો બેલઆઉટ પેકેજ આપવા તૈયાર છે કે ન તો શ્રીલંકાને આપવામાં આવેલી લોનનું પુનર્ગઠન કરવા તૈયાર છે, જ્યારે એ જ ચીન પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ આપી રહ્યું છે. તે જ મહિનામાં જ્યારે શહેબાઝ શરીફે ચીનની મુલાકાત લીધી ત્યારે શી જિનપિંગે બેલઆઉટ પેકેજની જાહેરાત કરી હતી અને આ પેકેજ હેઠળ ચીને પાકિસ્તાનને નવ અબજ ડોલર આપવાનું નક્કી કર્યું છે. ચીનનું કહેવું છે કે તેણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિને સ્થિર કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે. તે તેનો 'ઓલ વેધર ફ્રેન્ડ' છે અને આવી સ્થિતિમાં તેને મદદ કરવી ચીનની ફરજ છે. જ્યારે, શ્રીલંકા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી $2.9 બિલિયનનું બેલઆઉટ પેકેજ મેળવવા માટે ડિસેમ્બરની અંતિમ તારીખ ચૂકી શકે છે. જો કે, શ્રીલંકાને વારંવાર વિનંતી કરવા છતાં ચીનના નેતૃત્વ તરફથી હજુ સુધી કોઈ નક્કર ખાતરી મળી નથી.

મુસીબતમાં છે શ્રીલંકા
શ્રીલંકા ડિસેમ્બરમાં IMF લોન મેળવવામાં નિષ્ફળ જશે તો તેણે માર્ચ 2023 સુધી રાહ જોવી પડશે. આ માટે શ્રીલંકાના લેણદારોએ ડેટ રિસ્ટ્રક્ચરિંગ ડીલ માટે સંમત થવું પડશે. ભારત અને જાપાને કોલંબો સાથે ડેટ રિઝોલ્યુશન અને રિસ્ટ્રક્ચરિંગ પર પહેલેથી જ વાટાઘાટો શરૂ કરી દીધી છે, પરંતુ ગયા મહિને 20મી પાર્ટી કોંગ્રેસ પર બેઇજિંગનું ધ્યાન કેન્દ્રિત થવાને કારણે ચીન સાથેની વાતચીતમાં વિલંબ થયો. શ્રીલંકાના સરકારના ડેટા અનુસાર, આ વર્ષે 30 જૂનના રોજ દેશનું વિદેશી દેવું $35 બિલિયન હતું. તેમાંથી ચીન પર લગભગ 7 અબજ ડોલરનું દેવું છે.