ભારત, પાકિસ્તાનને પરમાણુ શક્તિ નથી માનતુ ચીન, નોર્થ કોરિયાને પણ નહિ માને

ચીને શુક્રવારે કહ્યુ છે કે તેણે ક્યારેય ભારત કે પાકિસ્તાનને પરમાણુ શક્તિ તરીકે માન્યતા આપી નથી.

ચીને શુક્રવારે કહ્યુ છે કે તેણે ક્યારેય ભારત કે પાકિસ્તાનને પરમાણુ શક્તિ તરીકે માન્યતા આપી નથી. આ સાથે તેણે નોર્થ કોરિયાને પણ આવી માન્યતા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. થોડા દિવસો અગાઉ વિયેતનામના હનોઈમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉન વચ્ચે એક મીટિંગ થઈ હતી. આ મુલાકાત નિષ્ફળ રહી હતી. ત્યારબાદ ચીન તરફથી આ પ્રતિક્રિયા આવી હતી.

china

એનએસજીમાં ભારતની એન્ટ્રી પર ચીનનો પડછાયો

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લૂ કાંગ તરફથઈ કહેવામાં આવ્યુ છે કે, 'ચીને ક્યારેય પણ ભારત, પાકિસ્તાનને પરમાણુ શક્તિ સંપન્ન દેશો તરીકે નથી સ્વીકાર્યા. આ સ્થિતિ પર અમારુ વલણ ક્યારેય નહિ બદલાય.' લૂ એ સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમને પૂછવામાં આવ્યુ હતુ કે શું ચીન, ભારત અને પાકિસ્તાનની જેમ નોર્થ કોરિયાને પરમાણુ તાકાતથી સંપન્ન દેશ માને છે?

ચીન હંમેશાથી 48 દેશોવાળા ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપ (એનએસજી) માં ભારતની એન્ટ્રીમાં અડચણો નાખતુ આવ્યુ છે. ચીનનું કહેવુ છે કે ભારતે અત્યાર સુધી ન્યૂક્લિયલ નોન-પ્રોલિફેરેશન ટ્રીટી (એનપીટી) પર હસ્તાક્ષર નથી કર્યા. ભારતે જ્યારે એનએસજીના સભ્યપદ માટે ફોર્મ ભર્યુ તો પાકિસ્તાને પણ આના માટે એપ્લાય કરી દીધુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X