For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની લોકપ્રિયતા સતત ગગડી રહી છે, ઈલેક્શન જલ્દી થઇ શકે છે: ચીની મીડિયા

ચીનની સરકારી ન્યુઝ એજન્સી જિન્હુઆ માં રવિવારે છપાયેલા લેખમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપની લોકપ્રિયતા સતત ગગડી રહી છે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ચીનની સરકારી ન્યુઝ એજન્સી જિન્હુઆ માં રવિવારે છપાયેલા લેખમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપની લોકપ્રિયતા સતત ગગડી રહી છે. તેવી પરિસ્થિતિમાં આ વાતની સંભાવના વધી ગયી છે કે ભારતમાં ચૂંટણી જલ્દી થઇ શકે છે. છેલ્લે કેટલાક દિવસોમાં થયેલી મોબ લિંચિંગ ઘટનાનો ઉલ્લેખ કરતા તેના જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ભીડ ઘ્વારા લોકોને મારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેમને ભારતની આર્થિક નીતિની પણ આલોચના કરી. નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયો પર પણ તેમને સવાલ ઉભા કર્યા.

લોકપ્રિયતા સતત ગગડી રહી છે

લોકપ્રિયતા સતત ગગડી રહી છે

ચીનની સરકારી ન્યુઝ એજન્સી જિન્હુઆ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં થયેલા લોકસભા પેટા ચૂંટણીમાં ખાસ કરીને મોટા રાજ્યો ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. ત્યારપછી પાર્ટીની લોકપ્રિયતા સતત ઘટી રહી છે, જેને કારણે લોકસભા ઈલેક્શન સમય પહેલા થઇ શકે છે. તેની સાથે સાથે આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદીની લોકપ્રિયતામાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે.

ભાજપના નેતાઓ સતત હારી રહ્યા છે

ભાજપના નેતાઓ સતત હારી રહ્યા છે

હાલમાં જ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં થયેલી પેટા ચૂંટણી વિશે જણાવતા કહ્યું કે ભાજપના નેતાઓ સતત હારી રહ્યા છે. આ હાર સાફ સંકેત આપે છે કે સત્તામાં રહેલી પાર્ટીની સ્થિતિ સારી નથી અને દેશના વોટર્સ ભાજપથી ખુશ નથી. એટલા માટે સમય કરતા પહેલા ઈલેક્શન થઇ શકે છે.

લોકોમાં રોષ

લોકોમાં રોષ

ભાજપની હાર માટે મુખ્ય કારણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં થઇ રહેલી મોબ લિંચિંગ ઘટનાઓ અને દલિતો વિરુદ્ધ હિંસા અને સાથે સાથે અલ્પસંખ્યક સમુદાય ખાસ કરીને મુસલમાનોમાં બીફ વિવાદથી લોકો નારાજ છે. તેની સાથે હાલની સરકારની આર્થિક નીતિ જેવી કે જીએસટી અને નોટબંધી પણ કંઈક ખાસ કારગર સાબિત નથી થયી.

ફરીથી ભાજપ સત્તામાં આવશે

ફરીથી ભાજપ સત્તામાં આવશે

ચીનની સરકારી ન્યુઝ એજન્સી જિન્હુઆ માં 9 જુલાઈ દરમિયાન છપાયેલા એક લેખમાં ભાજપના વર્ષ 2019 ઈલેક્શન ગેમ પ્લાન વિશે લેખ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ દલિતો અને નીચી જાતિઓમાં ઘટી રહેલા વોટબેન્ક અંગે ચિંતિત છે. પરંતુ બીજિંગમાં જે લોકો ભારત મામલે નજર રાખે છે તેમનું માનવું છે કે વર્ષ 2019 દરમિયાન ભાજપ ફરી સત્તામાં આવશે. પરંતુ આ વખતે તેમની સ્થિતિ પહેલા જેટલી મજબૂત નહીં હોય.

English summary
China state media says BJP is losing popularity there may be early elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X