For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 902 પર પહોંચી, 40,000 લોકો આ બીમારીના લપેટામાં

ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 902 પર પહોંચી, 40,000 લોકો આ બીમારીના લપેટામાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનમાં જીવલેણ બીમારી કોરોના વાયરસથી મરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. તાજા આંકડાઓ મુજબ ચીનમાં CoronaVirusથી મૃત્યુ પામનારની સંખ્યા 902 થઈ ગઈ છે. જ્યારે 40000થી વધુ લોકોમાં આ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. ચીનમાં આ જીવલેણ બીમારીથી મરનારની સંખ્યા 902 પર પહોંચી ગઈ છે અને વૈશ્વિક સ્તરે આ બીમારીથી અત્યાર સુધીમાં 904 લોકો મૃત્યુ પામ્યા છે. ચીનના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 31 પ્રાંતીય સ્તરના ક્ષેત્રોમાં આનાથી અત્યાર સુધીમાં 904 લોકોના જીવ ચાલ્યા ગયા છે અને 40000 લોકો આ બીમારીની લપેટમા આવી ગયા હોવાની પુષ્ટિ થઈ છે. સૌથી વધુ વુહાન અને હુબેઈ પ્રાંતમા મૃત્યુ થયા છે.

Coronavirus

આનાથી હેનાન, હેબેઈ, હેઈલોંગજિયાંગ, અનહુઈ, શાનદોંગ, હુનાન અને ગુઆંગ્શી ઝુઆંગમાં પણ લોકોના આ જીવલેણ બીમારીને કારણે મૃત્યુ થઈ રહ્યાં છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ મુજબ આ વાયરસના લપેટામાં આવેલ 600 લોકોને ઈલાજ બાદ હોસ્પિટલેથી રજા પણ આપી દેવામાં આવી છે. જ્યારે કેટલાય નવા મામલા સામે આવી રહ્યા છે. આ ઉપરાંત ચીનના વુહાન શહેરમાં એક જાપાની નાગરિકની કોરોના વાયરસના સંદિગ્ધ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યો છે. ચીન ઉપરાંત કેરળમાં પણ કોરોના વાયરસના ત્રણ મામલા સામે આવ્યા છે. ત્રણ દર્દીઓમાં આના લક્ષણ જોવા મળ્યા છે.

દિલ્હીમાં કેમ ઘટ્યું વોટિંગ, જાણો શશિ થરૂરે શુ્ં જણાવ્યુંદિલ્હીમાં કેમ ઘટ્યું વોટિંગ, જાણો શશિ થરૂરે શુ્ં જણાવ્યું

English summary
China virus deaths jump to 902, China confirmed virus cases exceed 40,000 nationwide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X