ચીની સામાનોના બહિષ્કારથી બર્બાદ થઇ જશે ચીન, 17 અબજ ડોલરનું નુકસાન થશે
ચીની સામાનોના બહિષ્કારથી બર્બાદ થઇ જશે ચીન, 17 અબજ ડોલરનું નુકસાન થશે
નવી દિલ્હીઃ ભારત- ચીન સીમા વિવાદમા 20 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં હવે ચીની સામાનના બહિષ્કારની માંગે જોર પકડી લીધું છે. વેપારીઓએ પણ કેન્દ્ર સરકારને માંગ કરી છે કે તેઓ ઇ-કોમર્સ કંપનીઓને ચીનમાં બનેલ સામાનું વેચાણ બંધ કરવાનો આદેશ આપે. જણાવી દઇએ કે દેશમાં આ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ચીનથી વાર્ષિક 74 અબજ ડોલરની વસ્તુઓની આયાત કરે છે.

રિટેલ ટ્રેડર્સની ભાગીદારી 17 અજબ ડોલરની
એક ભારતીય કારોબારી સંગઠન મુજબ ચીનથી થતા કુલ ઇમ્પોર્ટમાં રિટેલ ટ્રેડર્સની ભાગીદારી 17 અબજ ડોલરની છે. જેમાંથી મોટેભાગે રમકડાં, ઘરેલૂ સામાન, મોબાઇલ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સામાન અને કોસ્મેટિક ઉત્પાદનો સામેલ છે. જો ચીનથી આ સામાન આવતો બંધ થાય તો તેનાથી આ સામાન બનાવનાર ઘરેલૂ કંપનીઓને ફાયદો થશે. ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા વ્યાપાર મંગળના મહાસચિવ વી કે બંસલે કહ્યું કે, અમે અમારા સભ્યોને ચીની માલનો સ્ટૉક નિપટાવવા કહ્યું છે.

ચીની સ્ટૉક ક્લિયર કરવાનું કહ્યું
તેમણે જણાવ્યું કે તેઓ ત્યાંથી આગળ સામાન માંગવા પર વાંધો ઉઠાવે. સાથે જ અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે તેઓ ઇ-કોમર્સ કંપનીઓને ચીની માલ વેચવાથી રોકે. ફેડરેશન ઓફ વેસ્ટ બંગાળ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ સુશીલ પોદ્દારનું પણ કહેવું છે કે એસોસિએશને પોતાના સભ્યોને ચીની માલનો વેપાર બંધ કરવાની સલાહ આપી છે.

CAITએ ચાઇનીઝ સામાનની યાદી જાહેર કરી
રાષ્ટ્રીય સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે નિર્ણય લીધો છે કે તેઓ ભારતીય સન્માન અમારા અભિમાન અમારા અભિયાન અંતર્ગત ચાઇનીઝ સામાનના બહિષ્કારનું આંદલન કરે. આ સંગઠને 3000 ચાઇનીઝ પ્રોડક્ટની યાદી જાહેર કરી છે જેના બહિષ્કારની અપીલ કરવામાં આવી છે. આ સંગઠને તમામ સેલિબ્રિટીજને એક ખુલ્લો પત્ર મકલી આ ચાઇના પ્રોડક્ટની જાહેરાત ના કરવાની અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
