For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના પૂર્વ મંત્રીને ભ્રષ્ટાચારના મુદ્દે સજા-એ-મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Death-sentence
બીજિંગ, 8 જુલાઇ: ચીનના પૂર્વ રેલ મંત્રી લિયૂ ઝિજૂનને ભ્રષ્ટાચાર અને સત્તાનો દુઉપયોગ કરવાના ગુનામાં સોમવારે મોતની સજા સંભળાવવામાં આવી છે. પૂર્વ મંત્રીને બે વર્ષ બાદ મૃત્યુદંડ આપવામાં આવશે.

સરકારી સંવાદ સમિતિ શિન્હવાએ ચૂકાદાનો હવાલો આપતાં જણાવ્યું હતું કે બીજિંગ નંબર 2 ઇન્ટરમીડિએટ પીપલ્સ કોર્ટે 60 વર્ષીય લિયૂને મોતની સજા આપવાનો કઠોર ચૂકાદો સંભળાવ્યો હતો. લિયૂ પર 25 વર્ષોમાં એક કરોડ પાંચ લાખ 30 હજાર ડોલરની લાંચ સ્વિકાર કરવાનો આરોપ હતો.

કોર્ટે કહ્યું હતું કે લિયૂના ગુના માટે તેમને આપવામાં આવનારી સંયુક્ત સજામાં બે વર્ષની રાહત સાથે મૃત્યુદંડ, ભીવનભર માટે રાજકીય અધિકારોથી વંચિત કરવા અને તેમની સંપત્તિને જપ્ત કરવામાં આવે. લિયૂએ 2003 થી 2011 સુધી રેલવે વિભાગની અધ્યક્ષતા કરી છે. લિયૂને આપવામાં આવેલી મૃત્યુદંડની બે વર્ષ બાદ સમીક્ષા કરવામાં આવશે. પૂર્વ મંત્રીને આ કડક સજા રાષ્ટ્રપતિ શી ચિનફિંગની અધ્યક્ષતામં ચીનના નવા નેતૃત્વના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના વાયદાને ધ્યાનમાં રાખી આ સજા સંભળાવી હતી.

કોર્ટને જાણવા મળ્યું હતું કે લિયૂએ 1986 થી 2011 સુધી સ્થાનિક રેલવે કાર્યાલયના અધિકારી તરીકે પોતાના પદનો ફાયદો ઉઠાવ્યો અને 11 લોકોની પદોન્નતિ તથા પરિયોજનાઓ માટે કોન્ટ્રાક્ટ્સ મેળવવામાં મદદ કરી.

English summary
China's former Railways Minister Liu Zhijun was today given a suspended death sentence by a court here for corruption and abuse of power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X