For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનઃ ચીની નાગરિકએ કર્યુ કુરાનનું અપમાન

By Super
|
Google Oneindia Gujarati News

map-pakistan
લાહોર, 18 મેઃ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મિરમાં એક ચીની નાગરિકની કુરાનનું કથિત રીતે અપમાન કરવાના આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ વ્યક્તિનું નામ લી છે, જે કાશ્મિરમાં એક બંધ બનાવનારી ચીની કંપની માટે કામ કરે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે લી સામાન્ય જનતાના ગુસ્સાનો શિકાર ના બને તે માટે તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં કુરાનનું અપમાન કરવાના આરોપોને ઘણી ગંભીરતાથી લેવામાં આવે છે અને તાજેતરના દિવસોમાં આવા ઘણા વિવાદાસ્પદ મામલાઓ પણ સામે આવ્યા છે. પાકિસ્તાન પ્રશાસિત કાશ્મિરે પોલીસ પ્રમુખના અધિકારીઓ, રાજનેતાઓ,સ્થાનિક ધાર્મિક નેતાઓ અને પત્રકારોની એક સમિતિની રચના કરી છે, જેથી આ મામલાની તપાસ કરવામાં આવી શકે, ધર્મ સાથે સંબંધિત અપરાધિક મામલાઓને બ્રિટિશ શાસનકાળ દરમિયાન વર્ષ 186માં સંહિતાબદ્ધ કરવામાં આવ્યા હતા, જેનાથી પાકિસ્તાને 1947માં વિભાજન થયા બાદ અપનાવી લીધા હતા.

પાકિસ્તાનમાં જિયા ઉલ હકની સેન્ય સરકાર દરમિયાન 1980ના દશકામાં તેમાં વધુ ધારાઓ સામેલ કરવામાં આવી. કાયદાની એક ધારા જાણી જોઇને આ ગુન્હો કરનારા માટે આજીવન કારાવાસ અથવા તો મૃત્યુદંડની વાત કરે છે. ઘણા લોકોનું માનવું છે કે ઇશનિંદાની સજા મળવી જોઇએ પરંતુ આધુનિક કાયદાને સંહિતાબદ્ધ કરવાના વિપરિત, ધર્મગ્રંથ શું કહે છે, તેની સમજ ઓછી છે, જો કે, પોલીસે આ બાબતે કોઇ મામલો દાખલ કર્યો નથી અને તેમનું કહેવું છેકે તે સમિતિની રિપોર્ટ આવવાની પ્રતિક્ષા કરશે, કુરાણના અપમાન સાથે જોડાયેલા પાકિસ્તાનની કાયદા હેઠળ પહેલીવાર કોઇ વિદેશી નાગરીક પર ધર્મગ્રંથનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મુઝફ્ફરાબાદ શહેરના એક અધિકારીનું કહેવું છે કે લી અને ચીની કંપની માટે કામ કરી રહેલા એક સ્થાનિક ડોક્ટર વચ્ચે વિવાદ થયો ત્યારબાદ કથિત રીતે આ ઘટના ઘટી છે. મુઝફ્ફરાબાદના પ્રશાસન પ્રમુખ અંસાર યાકૂબ અનુસાર ગત હપ્તે લીએ ડોક્ટર સજ્જાદને પરિસરમાં બનેલા કર્મચારી ક્વાર્ટરના એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે કહ્યું. યાકૂબ અનુસાર જ્યારે ડોક્ટરે ઇન્કાર કર્યો ત્યારે લીએ સ્થાનિક લોકોની મદદથી તેમનો સામાન બહાર ફેંકી દીધો. ડોક્ટર સજ્જાદે અન્ય કર્મચારીઓને જણાવ્યું કે તેમના સામાનમાં રાખવામાં આવેલી કુરાનની એક પ્રતિ અને અન્ય ધાર્મિક પુસ્તકોને પણ બહાર ફેંકી દેવામાં આવ્યા છે.

English summary
Chinese Man Accused Of Insulting Quran Held In Pakistan, Administered Kashmir; Massive Protests Follow The Incident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X