ચીનના દિગ્ગજ ઉદ્યોગપતિ બાઓ ફેન ગુમ, કંપનીના શેર ગગડ્યા
ચીનના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ચાયના રેનેસા હોલ્ડિંગ બાઓ ફેનના ફાઉન્ડર ગુમ થઈ ગયા છે.
ચીનના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ચાયના રેનેસા હોલ્ડિંગ બાઓ ફેનના ફાઉન્ડર ગુમ થઈ ગયા છે. તેમના ગુમ થવાથી કંપનીના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાયનીઝ હોલ્ડિંગ લિમિટેડ તરફથી હૉંગ કોંગ સ્ટૉક એક્સચેન્જમાં કહેવામાં આવ્યુ છે કે કંપની બાઓનો સંપર્ક નથી કરી શકતી. કંપની તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે બોર્ડને એ વાતની માહિતી નથી કે બાઓ ક્યાં છે. બાઓને તેમની ઑફિસમાં શોધવા માટે પહોંચ્યા તો તે ત્યાં પણ નહોતા, તે છેલ્લા બે દિવસથી કોઈના સંપર્કમાં નથી.

તમને જણાવી દઈએ કે ચાઈના રેનેસાસને 2018માં હૉંગકૉંગ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટ કરવામાં આવ્યુ હતુ અને કંપનીએ ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની એનઆઈઓ સહિત અનેક મોટા ચાઈનીઝ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં કોઈ બિઝનેસમેન ગુમ થઈ જાય તે અસામાન્ય વાત નથી. અહીં વહીવટીતંત્ર ઉદ્યોગપતિને કસ્ટડીમાં લઈ શકે છે. વહીવટીતંત્ર તેને ઈપણ આરોપ વગર, કાયદાકીય મદદ આપ્યા વિના ઘણા મહિનાઓ કે વર્ષો સુધી કસ્ટડીમાં રાખી શકે છે. બાઓ જે રીતે ગુમ થયા ત્યારથી તેની કંપનીના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.












Click it and Unblock the Notifications
