For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ચીનની ઘુષણખોરી, ભારતનો પુલ તોડી પાછા ભાગ્યા!

ઉત્તરાખંડના ચમોલીને અડીને આવેલા ચીની સરહદી વિસ્તાર બાડાહોતીમાં લગભગ 100 સૈનિકો જોવા મળ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના ચમોલીને અડીને આવેલા ચીની સરહદી વિસ્તાર બાડાહોતીમાં લગભગ 100 સૈનિકો જોવા મળ્યા હતા. અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, પીએલએના સૈનિકો ભારતીય સરહદમાં પ્રવેશ્યા અને કેટલાક માળખાકીય સુવિધાને નુકસાન પહોંચાડ્યા બાદ ચીનના વિસ્તારમાં પરત ફર્યા હતા. આ સૈનિકોએ ભારતના એક પુલને નિશાન બનાવ્યો હતો. ચીની સૈનિકોની ગતિવિધિ વિશે જાણ થતાં જ ભારતના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. સરહદી વિસ્તારમાં પડોશી દેશની ગતિવિધિઓને જોતા ગુપ્તચર તંત્ર પણ સક્રિય બન્યું છે.

Uttarakhand

તાજેતરના વર્ષોમાં બાડાહોતી વિસ્તાર મુખ્ય ફ્લેશ પોઇન્ટ્સમાંનો એક રહ્યો નથી, જો કે અહીં નાની મોટી ઘટનાઓ નોંધાઈ રહી છે. 1962 ના યુદ્ધ પહેલા ચીને આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી. 1954 માં પ્રથમ વખત ચીની સૈનિકોને આ વિસ્તારમાં સાધનો સાથે જોવા મળ્યા હતા. 30 ઓગસ્ટે પણ લગભગ 100 સૈનિકો સરહદની અંદર દેખાયા હતા, પરંતુ જ્યારે ભારતીય સેનાના જવાનો પહોંચ્યા ત્યારે ચીની સૈનિકો સરહદ પાર કરીને તેમના વિસ્તારોમાં ભાગી ગયા હતા.

ઉત્તરાખંડના બાડાહોતીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના સૈનિકોની ઘૂસણખોરીના અહેવાલો આવ્યા છે. વર્ષ 2018 માં આવા અહેવાલો આવ્યા હતા, ઓગસ્ટ મહિનામાં ત્રણ વખત આઈટીબીપી ચોકી પાસે ચીની સૈનિકો જોવા મળ્યા હતા. ભારતીય સરહદમાં ઘૂસેલા ચીની સૈનિકોને ભારતના સૈનિકોના સખત વિરોધને કારણે પાછા હટવું પડ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચીની સૈનિકો લગભગ 3 કલાક સુધી ભારતીય સરહદમાં રહ્યા અને તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી. સ્થાનિક લોકો દ્વારા ITBP ના કર્મચારીઓને આ માહિતી આપવામાં આવી હતી. આ પછી આ માહિતી સેના સુધી પહોંચી, જ્યારે સેનાની ટુકડી ત્યાં પહોંચી ત્યારે ચીની સૈનિકો ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટના બાદ પેટ્રોલિંગ ટીમ સતત આ વિસ્તારમાં તપાસ કરી રહી છે.

English summary
Chinese infiltration in Uttarakhand, India broke the bridge and fled back!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X