For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના પ્રધાનમંત્રી પહોંચ્યા પાકિસ્તાન, થયું શાનદાર સ્વાગત

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 22 મે : ચીની પ્રધાનમંત્રી લી ક્વિંગ બે દિવસીય યાત્રા પર આજે પાકિસ્તાન પહોંચ્યા જ્યાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. કહેવાય છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વાર પાકિસ્તાન પહોંચેલા લી ત્યાં આર્થિક સહયોગ પર કેન્દ્રીત દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર વાતચીત કરશે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને કાર્યવાહક પ્રધાનમંત્રી મીર હઝારખાન ખોસોએ ઇસ્લામાબાદની સમીપ એક સૈન્ય એરબેસ પર લીની આગેવાની કરી.

લીને ઇસ્લામાબાદ નૂર ખાન બેસ પર 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ અવસરે ત્રણ સેનાઓના પ્રમુખ, પ્રતિષ્ઠિત નાગરિક, સૈન્ય અધિકારી, રાજનૈતિક અને મંત્રી હાજર હતા. 57 વર્ષીય લીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે જેમાં વિદેશ મંત્રી વાંગ યી, ગોઓ હશેંગ (વાણીજ્ય મંત્રી), અને રાષ્ટ્રીય વિકાસ સુધાર પંચના અધ્યક્ષ શૂ શાઓશી સહિત કોર્પોરેટ જગતના શ્રેષ્ટ અધિકારી અને નેતાનો સમાવેશ થાય છે.

china pakistan
લી રાષ્ટ્રપતિ ઝરદારીને મળશે, જે આજે તેમના સમ્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં બપોરના ભોજનનું આયોજન કરશે. ચીની પ્રધાનમંત્રી કાર્યવાહક પ્રધાનમંત્રી સાથે પણ વાતચીત કરશે. ત્યારબાદ બંને એક સંયુક્ત પત્રકારોને સંબોધીત કરશે. પ્રધાનંત્રી લીના માટે સાંજે દાવતનું આયોજન કરશે. લીને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન 'નિશાન એ પાકિસ્તાન'થી સમ્માનિત કરવામાં આવશે.

English summary
Chinese Premier Begins 2 Day Visit to Pakistan from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X