For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંગીત અને મસાજ બક્ષે છે સારી ઉંઘ

|
Google Oneindia Gujarati News

sleeping-woman
બેઇજિંગ, 21 માર્ચઃ ચીનમાં થયેલા એક તાજા અધ્યયનમાં સારી ઉંઘ લેવા માટે થોડાક-થોડાક અંતરે ઝપકી લેવા પર જોર આપતા લોકોને નેટવર્કિંગ ઉપકરણોને જરૂર કરતા વધુ ઉપયોગમાં નહીં લેવા અપીલ કરાઇ છે. અધ્યયનમાં લોકોને સારી ઉંઘ લેવા માટે મધૂર સંગીત સાંભળવા, મસાજ કરાવવા તથા ઝપકી લેવા માટે કહેવામાં આવ્યું છે. અધ્યયન અનુસાર ચીનના લોકો પ્રતિદિન એવરેજ આઠ કલાક અને 50 મીનિટ ઉંઘ લે છે, પરંતુ 50 ટકા લોકોને સવારે ઉઠવામાં આળસની અનુભૂતિ થાય છે. મંગળવારે પ્રકાશિત આ અહેવાલમાં ચીનના લોકોની ઉંઘવાની આદતોનું અધ્યયન કરવામાં આવ્યું.

આ અધ્યયન ચીનના 20 શહેરો, 20 કસબાઓ અને 20 ગામોમાં આકસ્મિક રીતે પસંદ કરવામાં આવેલા પરિવારના નવેમ્બર અને ડિસેમ્બરમાં કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, સર્વેક્ષણમાં શામેલ 55 ટકા લોકોને કામમા તણાવના કારણે તેમની ઉંઘ પ્રભાવિત હોવાનો સ્વિકાર કર્યો છે.

આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, 67.1 ટકા લોકો ઉંઘતા પહેલા મોબાઇલ પર અથવા તો કોમ્પ્યુટર પર ચેટ કરે છે તથા 43.2 ટકા લોકો ઇન્ટરનેટ પર ગેમ રમવા અથા ચેટ કરવાના કારણે અડધી રાત પછી ઉંઘે છે.

English summary
Chinese people sleep an average of eight hours and 50 minutes every day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X