ક્રાઈસ્ટચર્ચ હુમલા બાદ ન્યૂઝીલેન્ડ સરકારનો સેમી ઑટોમેટિક હથિયારો, અસોલ્ટ રાઈફલો પર પ્રતિબંધ
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં ગયા અઠવાડિયે બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે અસોલ્ટ રાઈફલ, સેમી ઑટોમેટીક હથિયાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં ગયા અઠવાડિયે બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે અસોલ્ટ રાઈફલ, સેમી ઑટોમેટીક હથિયાર અને બીજા આવા હથિયાર જે સેનાના ઉપયોગમાં આવે છે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંદા આરડ્રેને ગુરુવારે આની જાણકારી આપી છે. ક્રાઈસ્ટચર્ચમાં ગયા અઠવાડિયે બે મસ્જિદોમાં હુમલાવરે અંધાધૂંધ ગોળીઓ વરસાવીને 50 લોકોના જીવ લઈ લીધા હતા. આ હુમલામાં સેમી ઑટેમેટીક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંદા આરડ્રેન
જેસિંદા આરડ્રેને ગુરુવારે જણાવ્યુ કે ન્યૂઝીલેન્ડમાં બધા પ્રકારના સેમી ઑટોમેટીક હથિયારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે દેશમાં સૈન્યની શૈલીના સેમી ઑટોમેટીક હથિયારો (એમએસએસએ) અને અસોલ્ટ રાઈફલોના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આમાં એવા હથિયાર પણ ફાયર આર્મ્સ પણ શામેલ છે જેને સેમી ઑટોમેટીક હથિયારોમાં બદલી શકાય છે.
હુમલા બાદ સતત એવા હથિયારોના વેચાણ પર પ્રતિબંધની માંગ થઈ રહી હતી. ન્યૂઝીલેન્ડના વિપક્ષી દળ અને ઘણા સંગઠનોએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે. ક્રાઈસ્ટચર્ચ સ્થિત અલ નૂર અને લિનવુડ મસ્જિદમાં ગયા શુક્રવાર (15 માર્ચ) ના રોજ થયેલા આતંકી હુમલામાં 50 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 8 ભારતીય હતા. હુમલાખોરે બ્રેંટનમાં જુમ્માની નમાઝ પઢી રહેલા લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ આ હુમલાની આકરી નિંદા કરી હતી અને ગન કાયદામાં ફેરફાર કરવાની વાત કહી હતી.












Click it and Unblock the Notifications
