સીરિયાઃ અમેરિકન સેનેટે જારી કર્યા કેમિકલ એટેકના 13 વીડિયો

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સીરિયા વિરુદ્ધ ‘સીમિત' સેન્ય હુમલાઓનો અધિકાર આપવાના સંબંધિત પ્રસ્તાવ પર સેનેટમાં ચર્ચા અને મતદાનના થોડાક દિવસ પહેલા રસાયણિક હુમલા સંબંધિત આ વીડિયો જારી કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાફિક્સ છે.
આ વીડિયો પહેલા ગુરુવારે સેનેટની જાસૂસી સમિતિના સભ્યોને દર્શાવવામાં આવ્યો અને તેને સીએનએનમાં લીક કરવામાં આવ્યા. અનેક મીડિયા સંગઠનોનું કહેવું છે કે, આવું સીરિયા પર હુમલાઓના સંબંધમાં જનમત બનાવવાના પ્રયાસો હેઠળ કરવામાં આવ્યું છે.
ઓબામા પ્રશાસનના રાષ્ટ્રપતિ અસદના દળો પર 21 ઑગસ્ટના દમિશ્કના ઉપનગરોમાં ઝેરી ગેસના હુમલામાં 1429 લોકોની હત્યા કરવાના આરોપ લાગ્યો છે. જો કે, સીરિયન સરકારે આ આરોપનું ખંડન કર્યું છે.
કેટલાક તાજા જનમત સંગ્રહોમાં આ સામનો આવ્યો છે કે, કોઇ નવા હુમલાઓને લઇને અમેરિકનોમાં ઉત્સાહ ઓછો છે. જાસૂસી સમિતિના એક નિવેદનમાં કહ્યું છેકે યુએસ ઓપન સોર્સ સેન્ટર હુમલાના દિવસના આ 13 વીડિયો એકઠા કરવામાં આવ્યા. સમિતિએ કહ્યું કે આ તમામ વીડિયો સીરિયન વિપક્ષના સમર્થકો દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું છે.
આ વચ્ચે, ઓબામા પ્રશાસન સીરિયા પર હુમલા માટે પોતાની યોજનાઓ પર સમર્થન એકઠું કરવા માટે કોંગ્રેસની અંદર આંતરરાષ્ટ્રીય સ્તર પર સમર્થન એકઠું કરવામાં લાગેલા છે. અમેરિકન સેનેટમાં આ સંબંધમાં પ્રસ્તાવ પર આ સપ્તાહની શરૂઆતમાં મતદાન થવાની સંભાવના છે. વિદેશ મંત્રી જ્હોન કેરી પ્રસ્તાવ પર આંતરરાષ્ટ્રીય સમર્થન હાસલ કરવાના પ્રયાસો હેઠળ યુરોપના પ્રવાસે છે.












Click it and Unblock the Notifications
