ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણ વધ્યું, સિડની-કેનબેરામાં સખત લોકડાઉન

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં કોરોના મહામારીના નિયંત્રણો કડક કરવામાં આવ્યા છે. શનિવારના રોજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે પણ કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે તેને ભારે દંડ ભરવો પડશે.

સિડની : ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં કોરોના મહામારીના નિયંત્રણો કડક કરવામાં આવ્યા છે. શનિવારના રોજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે પણ કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે તેને ભારે દંડ ભરવો પડશે. ઉલ્લેખનીય છે કે, સિડનીમાં કોરોના વાયરસના નવા ડેલ્ટા વેરિએન્ટનું જોખમ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. વહીવટી તંત્ર આ વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે નક્કર પગલા લઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રોગચાળા દરમિયાન સૌથી વધુ ચિંતાજનક દિવસ તરીકે આ વેરિઅન્ટના સંક્રમણની હદને વર્ણવી છે.

Corona transition

નિયમોનો ભંગ કરવા બદલ ભારે દંડ ભરવો પડશે

કેટલાક મહિનાઓ સુધી ઓસ્ટ્રેલિયન વહીવટી તંત્રે કોવિડ ઝીરો વ્યૂહરચનાનું પાલન કર્યું હતું, પરંતુ આમ છતાં વહીવટી તંત્ર હવે કોરોનાના કેસને રોકવામાં સફળ રહ્યું નથી. સિડની અને કેનબેરામાં 10 મિલિયન લોકો કડક લોકડાઉનનો સામનો કરી રહ્યા છે. સિડનીના લોકો આઠ અઠવાડિયા સુધી લોકડાઉનમાં રહેશે. વહીવટી તંત્રની સૂચનાઓ અનુસાર લોકોએ આ સમયગાળા દરમિયાન તેમના ઘરે રહેવું પડશે, જે પણ પ્રોટોકોલનું પાલન નહીં કરે, તેમને નિયમોનો ભંગ કરવા બદલ ભારે દંડ ભરવો પડશે.

ન્યૂ સાઉથ વેલ્સમાં 466 કોમ્યુનિટી કેસ નોંધાયા

આ સિવાય ન્યૂ સાઉથ વેલ્સમાં પણ લોકડાઉન વધારવામાં આવ્યું છે. એક વર્ષમાં પ્રથમ વખત ન્યુ સાઉથ વેલ્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારના રોજ વહીવટી તંત્ર દ્વારા લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેથી લોકોએ 7 દિવસ સુધી લોકડાઉનમાં રહેવું પડશે. આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારશે જ્યારે સેંકડો સુરક્ષા કર્મચારીઓ લોકોને ઘરમાં રહેવાની ખાતરી કરશે. ન્યૂ સાઉથ વેલ્સમાં 466 કોમ્યુનિટી કેસ નોંધાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X