For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈઝરાયેલના એક અભ્યાસમાં વેક્સીનના બૂસ્ટર ડોઝના આવ્યા પરિણામ, 4 ગણી મજબૂત થઈ ઈમ્યુન સિસ્ટમ

શું કોરોનાને મ્હાત આપવા માટે બૂસ્ટર ડોઝ લગાવવો જરૂરી છે અને જો જરૂરી હોય પણ તો બૂસ્ટર ડોઝ કેટલો કારગર છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝ વિશેને ચર્ચાએ જોર પકડ્યુ છે. હાલમાં જ અમેરિકાએ તો પોતાને ત્યાં બૂસ્ટર ડોઝને માન્યતા આપી દીધી છે અને 20 સપ્ટેમ્બરથી ત્યાં બૂસ્ટર ડોઝ લગાવવાનુ પણ શરૂ થઈ જશે. સવાલ એ ઉઠી રહ્યા છે કે શું કોરોનાને મ્હાત આપવા માટે બૂસ્ટર ડોઝ લગાવવો જરૂરી છે અને જો જરૂરી હોય પણ તો બૂસ્ટર ડોઝ કેટલો કારગર છે? આ બધા સવાલોના જવાબ ઈઝરાયેલના એક સ્ટડીમાં મળી જશે જે હાલમાં જ કરવામાં આવ્યા છે.

vaccination

ફાઈઝરના બૂસ્ટર ડોઝના દેખાયા સારા પરિણામ

ઈઝરાયેલના આરોગ્ય મંત્રાલય દ્વારા એક સ્ટડી દ્વારા કરવામાં આવેલા પરિણામો મુજબ કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝ ઘણી હદ સુધી સંક્રમણને ઘટાડવા અને તેને રોકવામાં અસરદાર છે. આ સ્ટડીના ડેટાથી જાણવા મળ્યુ છે કે ફાર્માસ્યુટીકલ કંપની ફાઈઝરની કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝથી ઈમ્યુનિટીમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. સ્ટડીમાં સામે આવ્યુ છે કે ફાઈઝર વેક્સીનનો ત્રીજો ડોઝ 60 વર્ષ કે પછી તેનાથી વધુ ઉંમરના લોકોમાં સંક્રમણને રોકવા અને ગંભીર પરિણામોથી બચાવવામાં ઘણી અસરદાર છે.

બે ડોઝના મુકાબલે બૂસ્ટર ડોઝથી વધુ મજબૂત થઈ ઈમ્યુન સિસ્ટમ

સ્ટડી મુજબ 60 વર્ષ અને તેનાથી ઉપરના જે લોકોને ફાઈઝર વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે તેમની ઈમ્યુન સિસ્ટમ બે ડોઝ લેનાર લોકોના મુકાબલે 4 ગણી વધુ છે. બંને શ્રેણીના લોકોની સરખામણી 10 દિવસની સમયસીમાના આધારે કરવામાં આવી. બૂસ્ટર ડોઝ લેનાર લોકોમાં 10 દિવસ બાદ વાયરસની ગંભીર અસર થવાનુ જોખમ 5થી 6 ગણુ ઓછુ જોવા મળ્યુ.

અમેરિકા સહિત આ દેશોએ બૂસ્ટર ડોઝનુ કર્યુ છે એલાન

તમને જણાવી દઈએ કે બૂસ્ટર ડોઝની જરૂરિયાતને એ હિસાબે પણ સમજી શકાય છે કે અમેરિકા સહિત ઘણા દેશોએ પોતાને ત્યાં બૂસ્ટર ડોઝને લગાવવાની મંજૂરી આપી દીધી છે. આમાં અમેરિકા ઉપરાંત કેનેડા, જર્મની અને ફ્રાંસનુ નામ શામેલ છે. ભારતમાં પણ બૂસ્ટર ડોઝને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત ઘણા દેશોમાં બૂસ્ટર ડોઝના સારા પરિણામો માટે ઘણા અધ્યયન પણ ચાલી રહ્યા છે.

English summary
Corona vaccine booster dose showed better results in an Israeli study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X