For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસ અમેરિકાની લેબમાંથી લીક થયો? ચીનનો અમેરિકા પર આરોપ

કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે ઘેરાયેલા ચીન સામે બીજા તબક્કાની તપાસની માંગ કરવામાં આવી રહી છે અને વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) આ માંગને સમર્થન આપ્યું છે અને ચીનને સહયોગ આપવા અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસની ઉત્પત્તિ વિશે ઘેરાયેલા ચીન સામે બીજા તબક્કાની તપાસની માંગ કરવામાં આવી રહી છે અને વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) આ માંગને સમર્થન આપ્યું છે અને ચીનને સહયોગ આપવા અપીલ કરી છે. આ બધી બાદતો થતા હવે ચીનના અધિકારીઓ WHO પર આક્રોશ ઠાલવી રહ્યા છે. ચીને કહ્યું છે કે જો WHOએ તપાસ કરવી હોય તો ચીની લેબોરેટરી નહીં પણ અમેરિકન લેબોરેટરીની તપાસ થવી જોઈએ.

WHO પર ચીન ભડક્યું

WHO પર ચીન ભડક્યું

ચીનમાં કોરોના વાયરસની ઉત્પત્તિ મુદ્દે બીજા તબક્કાની તપાસની માંગ તીવ્ર થતાં ચીન અમેરિકા પર હમલાવર થયુ છે. ચીને વિશ્વ આરોગ્ય સંગઠનને ચીનને બદલે યુએસમાં લશ્કરી થાણાની તપાસ કરવા જણાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યું કે, 'જો લેબનું પરીક્ષણ કરવું હોય, તો WHO નિષ્ણાતોએ ફોર્ટ ડેટ્રિક જવું જોઈએ. આ પ્રયોગશાળામાંથી બહાર નીકળીને કોરોના એક વ્યક્તિમાં ફેલાયો અને તે પછી આખી દુનિયામાં ફેલાઈ ગયો. કોવિડ-19 નો પહેલો કેસ વુહાનમાં નોંધાયા હોવાથી આ પ્રયોગશાળાને શંકાની નજરે જોવામાં આવે છે. ચીને આ થિયરીનો વિરોધ કર્યો છે અને યુ.એસ. પર આરોપ લગાવતા કહ્યું છે કે યુ.એસ. સૈન્ય મથક ફોર્ટ ડેટ્રિકમાં જૈવિક પ્રયોગશાળા છે, એવી અફવા છે કે ત્યાં પણ આવા વાયરસ તૈયાર થાય છે.

ચીનનો અમેરિકા પર આરોપ

ચીનનો અમેરિકા પર આરોપ

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિને કહ્યું હતું કે "યુ.એસ.એ વહેલી તકે પારદર્શક અને જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ અને WHO ના નિષ્ણાતોને ફોર્ટ ડેટ્રિક લેબની તપાસ માટે આમંત્રણ આપવું જોઈએ અને તે પછી જ સત્ય દુનિયા સામે આવી શકે છે." હકીકતમાં, ચીન ગુસ્સે છે કારણ કે વિશ્વભરના ઘણા વૈજ્ઞાનિકોએ ચીન તરફ આંગળી ચીંધી છે અને WHOએ પણ ફરીથી તપાસની માંગ કરીને ચીનનો સરહકાર માંગ્યો છે, જેને લઈને ચીન બોખલાયુ છે.

પ્રથમ તબક્કાની તપાસ થઈ ચુકી છે

પ્રથમ તબક્કાની તપાસ થઈ ચુકી છે

તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કાની તપાસમાં, ડબ્લ્યુએચઓની આગેવાની હેઠળની ટીમે આ વર્ષે જાન્યુઆરીમાં વુહાનની મુલાકાત લીધી હતી અને બાદમાં એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વાયરસ સંભવત ચામાચીડિયા કે કોઈ બીજા જાનવરમાંથી મનુષ્યમાં આવ્યો હોઈ શકે છે. WHO ટીમે વધુમાં જણાવ્યું હતું કે વહાન લેબમાંથી SARS-CoV-2 અથવા SARS-2 લીક થયો છે તે બતાવવા માટે આધાર નથી.

ચીન છોડતાં જ WHO એ પલ્ટી મારી

ચીન છોડતાં જ WHO એ પલ્ટી મારી

WHO ટીમ ચીનથી પાછા ફર્યાના થોડા અઠવાડિયા પછી, WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનૉમે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી અને પ્રયોગશાળામાંથી વાયરસ નીકળવાની થિયરી હજુ નકારી શકાય તેમ નથી અને આ સિદ્ધાંતને રદિયો આપવાનું ખૂબ જ વહેલું હતું. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે ચીની સરકારે ફાટી નીકળવાના શરૂઆતના દિવસોની જરૂરી માહિતી આપવાની ના પાડી હતી, જેના કારણે ઘણી બાબતો જાણી શકાઈ નથી. યુ.એસ. અને યુ.કે. સહિતના અનેક દેશોના જાણીતા વૈજ્ઞાનિકોએ વધુ તપાસ માટે ખાસ કરીને વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી, કે જે ચામાચિડીયા પર સંશોધન કરી રહી છે તેની તપાસ કરવાની હાંકલ કરી છે.

English summary
Corona virus leaked from US lab? China accuses US
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X