અમેરિકામાં કોરોનાનો કહેર યથાવતઃ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ સંક્રમિત, 1500થી વધુના મોત

અમેરિકામાં કોરોનાનો કહેર યથાવતઃ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ સંક્રમિત, 1500થી વધુના મોત

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ કોરોના વાયરસનો કહેર સતત યથાવત છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. દંગ કરતી વાત એ છે કે અત્યાર સુધીમાં અહીં સંક્રમિત લોકોનો આંકડો 100000ને પાર કરી ચૂક્યો છે. શુક્રવારે જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના ટ્રેકરે આ ફેક્ટ્સ સામે રાખ્યા. અમેરિકામાં શુક્રવારે સાંજે છ વાગ્યા સુધી 1544 મોત સહિત 1,00,717 મામલા નોંધાયા છે. જણાવવા માંગશું કે સૌથી વધુ મામલા ન્યૂયોર્કથી સામે આવી રહ્યા છે. અમેરિકામાં સંક્રમણના મામલામાં બીજા નંબરનો દેશ ઈટલીથી 15000 અને ચીનથી 20 હજારથી વધુ મામલા છે. સૌથી પહેલા આ બીમારીનો પતો ચીનમાં જ લાગ્યો હતો અને વુહાન શહેર તેનું કેન્દ્ર બનીને સામે આવ્યું હતું.

Coronavirus

અમેરિકામાં સંક્રમિત મામલા પર મૃત્ય દર 1.5 ટકા છે જ્યારે ઈટલીમાં 10.5 ટકા છે. મૃત્યુદર ઓછા હોય શકે છે કેમ કે મોટાપાયે તપાસમાં માલૂમ પડ્યું કે મોટાભાગના લોકો સંક્રમિત છે પરંતુ તેમાં બીમારીથી લક્ષણ નથી દેખાણા. જો કે આ સંખ્યા વધી પણ શકે છે અને શહેરો તથા રાજ્યોમાં ન્યૂયોર્ક જેવી સ્થિતિ સામે આવવા લાગે. ન્યૂયોર્કમાં 500થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે અને ત્યાં હોસ્પિટલમાં બિસ્તરો, ખાનગી સુરક્ષા ઉપકરણો અને વેન્ટિલેટરમાં પણ ભારે કમી છે.

જ્યારે ચીન કોરોના વાયરસ વૈશ્વિક મહામારીથી સંબંધિત પોતાના ડેટા અમેરિકા સાથે શેર કરસે અને દેશને બેઈઝિંગના અનુભવથી સીખ મેળવવામાં મદદરૂપ થશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમકક્ષ શી જિનપિંગ સાથે શુક્રવારે થયેલ એક કલાકની વાતચીત બાદ આજે શનિવારે આ વાત કહી. ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસને ચીની વાયરસ કહેવા અને વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ દ્વારા ચીનની સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટી પર અમેરિકી લોકોના સ્વાસ્થ્ય અને જીવનશૈલીને વધુ ખતરામાં નાખવાનો આરોપ લગાવ્યા બાદ બેઈજિંગ બહુ ગુસ્સામાં હતું. પરંતુ કેટલાય દિવસો સુધી ચાલેલ આ વાક યુદ્ધ બાદ ટ્રમ્પે શુક્રવારે ફોન પર શી જિનપિંગ સાથે વાત કરી.

વૈશ્વિક મહામારીના આગલા કેન્દ્ર તરીકે અમેરિકા ઉભરી આવ્યા બાદ શી જિનપિંગે કોરોના સામે લડવા માટે ચીન તરફથી પૂરી મદદનું આશ્વાસન આપ્યું પરંતુ એ વાત પર પણ જોર આપ્યું કે સંક્રામક રોગ કોઈ સીમા કે નસ્લ નથી જાણતો.

શુક્રવારે ટ્રમ્પે સંવાદદાતાઓને જણાવ્યું કે, 'અમે કોરોના પર ચીન સાથે વાત કરી કેમ કે ત્યાં આપણી પહેલા વાયરસ આવ્યો માટે તેમને વધુ અનુભવ છે. અને તેમણે કેટલાક અદ્ભુત નિયમ વિકસિત કર્યા છે અને તે બધી સૂચના અહીં આવી રહી છે. ચીનના અનુભવથી ઘણું બધું સીખવાનું છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X