અમેરિકામાં કોરોના વાયરસથી 600 લોકોના મોત, સંક્રમિત દર્દીઓ 50 હજાર

અમેરિકામાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 600 લોકોના મોત થઈ ચૂક્યા છે.

કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીએ વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. અમેરિકામાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 600 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા 49,768 સુધી પહોંચી ગઈ છે. ચીન અને ઈટલી બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા બાબતે અમેરિકા ત્રીજા નંબરે છે.

corona

રિપોર્ટ કરાયેલ કેસના આધારે મૃત્યુ દર 1.2 ટકા છે, પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે સંક્રમિત થતી વાસ્તવિક સંખ્યા ઘણી વધુ છે. ક્વૉરંટીન માટે અમેરિકાના મોટાભાગની જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે કોરોના વાયરસન કારણે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસન કારણે લૉકડાઉનમાં ઢીલ આપવાના નિર્ણયનો બચાવ કર્યો. વળી, તેમણે કહ્યુ કે લૉકડાઉનથી દેશ બરબાદ થઈ શકે છે.

આખી દુનિયામાં કોરોના વાયરસના 422,629 કેસોની પુષ્ટિ થઈ છે જ્યારે આ વાયરસના કારણે 18,895 લોકોના મોત નીપજ્યા છે. વળી, અત્યાર સુધી 108,879 લોકો આ વાયરસથી ઠીક પણ થયા છે. કોરોના વાયરસની હજુ સુધી કોઈ વેક્સીન તૈયાર કરવામાં આવી નથી. દુનિયાભરના વૈજ્ઞાનિક આની વેક્સીન બનાવવાની કોશિશમાં લાગેલા છે. ઈટલીમાં કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોત થયા છે.

કોરોના વાયરસના કારણે ઈટલીમાં અત્યાર સુધી 6,820 લોકોના મોત થયા છે જ્યારે 69,176 લોકો આ વાયરસથી માત્ર ઈટલીમાં સંક્રમિત મળી આવ્યા છે. વળી, ભારતમાં આ વાયરસના કેસોની સંખ્યા 536 થઈ ગઈ છે જ્યારે આ મહારમારીથી11 લોકોના મોત નીપજ્યા છે. કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે આજથી દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન છે. આ દરમિયાન લોકોને ઘરોમાથી બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X