For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયામાં કોરોનાએ તોડ્યા બધા રેકૉર્ડ, એક દિવસમાં 887 લોકોના મોત

કોરોના વાયરસે રશિયામાં કોહરામ મચાવ્યો છે અને છેલ્લા ચાર દિવસથી નવા કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મૉસ્કોઃ કોરોના વાયરસે રશિયામાં કોહરામ મચાવ્યો છે અને છેલ્લા ચાર દિવસથી નવા કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રશિયાના રાજ્ય કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે નવા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે શુક્રવારે દેશમાં સંક્રમણના કારણે 887 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. આના એક દિવસ પહેલા જ ગુરુવારે રશિયામાં કોરોના વાયરસના કારણે 867 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત રશિયામાં સંક્રમણના દૈનિક કેસ પણ સતત નવા રેકૉર્ડ બનાવી રહ્યા છે અને ગુરુવારે 24,522 નવા કેસ નોંધવામાં આવ્યા છે. ગયા જુલાઈ બાદથી કોરોના વાયરસના દૈનિક કેસોનો આ સૌથી મોટો આંકડો છે.

corona

જુલાઈ બાદ સૌથી વધુ કોરોના કેસ

આ ઉપરાંત રશિયામાં સંક્રમણના દૈનિક કેસ પણ સતત નવા રેકૉર્ડ બનાવી રહ્યા છે અને ગુરુવારે 24,522 નવા કેસ નોંધવામાં આવ્યા છે. ગયા જુલાઈ બાદથી કોરોના વાયરસના દૈનિક કેસોમાં રશિયામાં આ સૌથી મોટો આંકડો છે. ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસકોવે આ વિશે વધુ માહિતી આપીને જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે દેશમાં સ્થિતિ ઘણી ખરાબ છે અને અમારા માટે આ ચિંતાની સૌથી મોટી વાત છે.

ઉપ પ્રધાનમંત્રીએ કર્યો દેશમાં લૉકડાઉનથી ઈનકાર

વળી, કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ અને ઉપ પ્રધાનમંત્રી તાત્યાના ગોલિકોવાએ દેશમાં લૉકડાઉન લગાવવાની કોઈ પણ સંભાવનનો ઈનકાર કર્યો છે. તેમણે જણાવ્યુ કે દેશમાં લૉકડાઉન લગાવવાનની સરકારની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનામાં જ્યારે દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસની શરૂઆતની લહેર એકસાથે આવી હતી ત્યારે આખા રશિયામાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. જો કે ત્યારબાદ રશિયામાં અધિકારીઓએ લૉકડાઉન લગાવવાનો સ્પષ્ટ રીતે ઈનકાર કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને લઈને રૉયટર્સે એક રિપોર્ટ જાહેર કરીને જણાવ્યુ કે શુક્રવારે સંક્રમણથી મોતનો આંકડો 5 મિલિયનની સંખ્યાને પાર કરી ગયો. આમાં મોટાભાગના મોત માટે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅંટ જવાબદાર છે. અહેવાલ અનુસાર, વૈશ્વિક સ્તરે દર અઠવાડિયે સરેરાશ 8000 દર્દીઓ મૃત્યુ પામે છે. એટલે કે દર એક મિનિટે 5 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે થયેલા 50 લાખ મોતમાં સૌથી વધુ લોકો અમેરિકાના છે. અમેરિકા પછી બ્રાઝિલ અને ત્યારબાદ ભારત આવે છે. અમેરિકામાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 7 લાખને વટાવી ગઈ છે.

English summary
Coronavirus cases increase in Russia, 887 people died in a day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X