For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અત્યારે કોરોના મહામારીના ખૂબ જ ખતરનાક દોરમાં છે આખી દુનિયાઃ WHO

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ડૉ. ટેડ્રોસ એડનૉમે એક મોટી ચેતવણી આપી છે. જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

જિનીવાઃ દુનિયાના ઘણા દેશોમાં અત્યારે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅંટ જબરદસ્ત કોહરામ મચાવી રહ્યો છે. અત્યાર સુધીના આંકડા મુજબ 100 દેશોમાં ડેલ્ટા વેરિઅંટ સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પણ કોરોના મહામારીની ભયાનક બીજી લહેરની પાછળ આ જ વેરિઅંટ જવાબદાર હતો. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ડૉ. ટેડ્રોસ એડનૉમે એક મોટી ચેતવણી આપી છે. ડૉ. ટેડ્રોસ એડનૉમે કહ્યુ કે આખી દુનિયા અત્યારે કોરોના મહામારીના ખૂબ જ ખતરનાક દોરમાં છે.

who

ડૉ. ટેડ્રોસ એડનૉમે શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ, 'ભારતમાં મળેલ ડેલ્ટા વેરિઅંટ હજુ પણ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે અને ઘણા દેશોમાં એક મોટા સંકટ તરીકે ઉભરી રહ્યો છે. હું પહેલેથી જ દુનિયાભરના નેતાઓને એ અપીલ કરી ચૂક્યો છે કે આવતા વર્ષે આ સમય સુધી દરેક દેશમાં 70 ટકા વસ્તીને કોરોનાની રસી લગાવવી સુનિશ્ચિત કરવામાં આવે. રસીકરણ જ આ મહામારીને રોકવા માટે સૌથી મોટુ હથિયાર છે. કોરોના રસીની 3 બિલિયનથી પણ વધુ ડોઝ પહેલા જ વૈશ્વિક સ્તરે વહેંચવામાં આવી ચૂકી છે. હવે અમુક દેશોને સામૂહિક શક્તિ સાથે કોરોના સામેની લડાઈમાં આગળ આવવુ જોઈએ અને તેઓ એ સુનિશ્ચિત કરે કે વેક્સીન શેર કરવામાં આવે.'

ગરીબ દેશોને આપવામાં આવી 2 ટકાથી પણ ઓછી વેક્સીન

ડૉ. ટેડ્રોસ એડનૉમે જણાવ્યુ, 'રસીકરણ પ્રક્રિયામાં અસમાનતા હજુ પણ મોટી ચિંતાનુ કારણ છે અને જો આને યોગ્ય સમયે રોકવામાં ન આવ્યુ તો એક ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. વૈશ્વિક સ્તરે કોરોના વેક્સીનનો જે ડોઝ વહેંચવામાં આવ્યો છે, ગરીબ દેશોમાં તેનો આંકડો બે ટકાથી પણ ઓછો છે. જો કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને કેનેડા જેવા અમીર દેશોએ 1 બિલિયન કોરોના વેક્સીન દાન કરવાનુ વચન આપ્યુ છે પરંતુ ડબ્લ્યુએચઓએ આખી દુનિયાના રસીકરણ માટે 11 મિલિયનથી પણ વધુ ડોઝનુ અનુમાન લગાવ્યુ છે.'

English summary
Coronavirus delta variant is a dangerous period of pandemic: WHO chief Dr. Tedros Adhanom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X