For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની કરન્સી પર પણ Corona ઈફેક્ટ, 84000 કરોડ નોટ નષ્ટ કરવાનો આદેશ

ચીનની કરન્સી પર પણ Corona ઈફેક્ટ, 84000 કરોડ નોટ નષ્ટ કરવાનો આદેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાવાયરસનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વાયરસની લપેટમાં આવવાથી માત્ર ચીનમાં જ અત્યાર સુધીમાં 1700થી વદુ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. 70548થી વધુ લોકો કોરોનાવાયરસથી સંક્રમિત છે. જીવલેણ કોરોનાવાયરસે ચીનની કમર તોડી રાખી છે. ચીનની અર્થ્યવસ્થા લથડીયાં ખાઈ ગઈ છે. હવે આ વાયરસની ચપેટમાં ચીનની કરન્સી પણ આવી ગઈ છે. વાયરસની અસર ચીનના ચલણ પર જોવા મળવા લાગી છે. ખાસ કરીને કાગળની નોટોથી સંક્રમિત થવાનો ખતરો વધતો જઈ રહ્યો છે. કાગળની નોટ દ્વારા કોરોનાવાયરસ ફેલાઈ રહ્યો છે.

chin

એવામાં ચીને 84000 કરોડ રૂપિયાની નોટ નષ્ટ કરવાના આદેશ આપ્યા છે. હજારો કરોડોના સંક્રમિત નોટોને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચીનની સરકાર સંક્રમિત લોકોના હાથથી થતા બજારમાં ફેલાયેલ સંક્રમિત નોટોને ઠીક કરવામાં લાગી છે. હોસ્પિટલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, સાર્વજનિક સ્થળો પર ઉપયોગમાં લેવાતી કાગળની નોટો કોરોનાવાયરસના લપેટામાં આવી ગઈ છે. એવામાં સરકારે એવા કાગળની નોટોને નષ્ટ કરવાના આદેષ આપ્યા છે, જે હોસ્પિટલ, બજાર અને પરિવહન સેવાઓમાંથી આવી હોય.

ચીનના સેન્ટ્રલ બેંકની ગુંઆગઝોઉ બ્રાંચે કહ્યું કે બજારમાં જાહેર કરાયેલ તમામ કાગળ નોટોને બેંક બર્બાદ કરી દેશે જ્યારે પીપુલ્સ બેંક ઑફ ચાઈનાએ પણ માર્કેટમાં સર્ક્યુલેટ થઈ ચૂકેલ તમામ કાગજી નોટ બરબાદ કરવાની સૂચના આપી છે. જ્યારે સેન્ટ્રલ બેકના ડેપ્યૂટી ગવર્નર ફેન યિફેઈ મુજબ સેન્ટ્રલ બેંકે 17 જાન્યુઆરીથી અત્યાર સુધી આખા દેશમાં 600 બિલિયન યુઆનની નવી નોટ જાહેર કરવામાં આવી છે. જેમાંથી 4 બિલિયન યુઆનની નવી નોટ માત્ર વુહાનમાં જ મોકલવામાં આવી છે, જ્યાં કોરોના વાયરસની સૌથી વધુ અસર થઈ છે. ચીનની સેન્ટ્રલ બેંકે કહ્યું કે જાન્યુઆરી બાદ જાહેર કરવામાં આવેલ નોટ જમા કરી 14 દિવસ ક્વરંટીનમાં રાખવામાં આવશે, જ્યાં અલ્ટ્રા વૉયલેટ રેની મદદથી નોટ સંક્રમણથી મુક્ત કરવામાં આવશે.

Corona virus: ચેપના ખતરાથી બચવા માટેની કરી લેવાઇ છે તૈયારી: ડો. હર્ષવર્ધનCorona virus: ચેપના ખતરાથી બચવા માટેની કરી લેવાઇ છે તૈયારી: ડો. હર્ષવર્ધન

English summary
Coronavirus effect: China Central Bank destroyed rs 84000 Crore Banknotes currency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X