બ્રિટનઃ શાહી પરિવાર સુધી પહોંચ્યો કોરોના, પ્રિંસ ચાર્લ્સના ટેસ્ટ પૉઝિટિવ
બ્રિટનઃ શાહી પરિવાર સુધી પહોંચ્યો કોરોના, પ્રિંસ ચાર્લ્સના ટેસ્ટ પૉઝિટિવ
નવી દિલ્હીઃ બ્રિટેનના પ્રિંસ ચાર્લ્સને કોરોના સંક્રમણ ઈ ગયું છે. 71 વર્ષીય પ્રિંસ ચાર્લ્સના ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. બ્રિટેનમાં કોરોનાના મામલા સતત સામે આવી રહ્યા છે. હવે બ્રિટેનમાં શાહી પરિવાર સુધી કોરોના પહોંચી ગયો છે. જાણકારી મુજબ પ્રિંસ ચાર્લ્સને કોરોના વાયરસનું સંક્રમણ થયા બાદ તેમને સૌથી અલગ રાખવામાં આવ્યા છે અને તેમનો ઈલાજ કરાવવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા મોનૈકોના પ્રિંસ અલ્બર્ટે બ્રિટેનના પ્રિંસ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. હાલમાં જ મોનૈકો પ્રિંસને કોરોનાનો વાયરસ પોઝિટિવ મળ્યો હતો. જે બાદથી જ આશંકા જતાવાઈ રહી હતી કે તેમને પણ વાયરસ પોતાના લપેટામાં લઈ શકે છે. ઈંગ્લેન્ડમાં ગત કેટલાક દિવસોમાં તેજીથી કોરોનાવાઈરસ ફેલાઈ રહ્યો છે. આ વાયરસના લપેટામાં ત્યાં હાલ આઠ હજારથી વધુ લોકો આવી ચૂક્યા છે. જ્યારે ચારથી વધુ મોત થઈ ચૂક્યાં છે.
કોરોનાના મામલા દુનિયાભરમાં વધી રહ્યા છે. ભારતમાં પણ સ્થિતિ નાજુક થતી જઈ રહી છે. બુધવારે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત મામલાની સંખ્યા 562 સુધી પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં આ મહામારીથી 9 લોકોના મોત થઈ ચૂક્યાં છે. દુનિયાભરમાં વાત કરીએ તો સાડા ચાર લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 19 હજાર લોકોના મોત થઈ ચૂક્યાં છે. ઈટલીમાં સૌથી વધુ 6800 લોકોના મોત થયાં છે.
મંગળવારે સાંજે પીએમ મોદીએ દેશને સંબોધન કરતી વખતે ભારતમાં લૉકડાઉનનું એલાન કર્યું છે. કોરોના વાયરસના વધતા ખતરાને જોતા સોમવારથી જ દેશના મોટાભાગના ભાગો બંધ છે. જ્યારે પીએમ મોદીના એલાન બાદ 25 માર્ચથી આખા દેશમાં લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. પંજાબ, મહારાષ્ટ્રમાં સોમવારથી કર્ફ્યૂ લાગેલું છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
