For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

27 દેશમાં કોરોના વાયરસનો કહેર, ચીનમાં 630 લોકોના મોત

27 દેશમાં કોરોના વાયરસનો કહેર, ચીનમાં 630 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી ચીનમાં લોકોના મૃત્યુનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વાયરસના લપેટામાં આવી જવાથી 630 લોકો મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વાયરસ 27 દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. જેમાં જર્મની, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પણ સામેલ છે. અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ચીનની યાત્રા ના કરે. અત્યાર સુધીમાં 27 દેશના કુલ 28018 લોકો આ વાયરસના લપેટામાં આવી ગયા છે. જ્યારે ચીનનું કહેવું છે કે અમારા અથાગ પ્રયાસો છતા આ વાયરસ નિયંત્રણમાં નથી.

Coronavirus

જ્યારે આ વાયરસના વધતા પ્રકોપ વચ્ચે કેનેડાએ પણ પોતાના નાગરિકોને ચીનથી બહાર કાઢવાનું અભિયાન શરૂ કરી દીધું છે. વુહાનથી કેનેડાના 194 નાગરિકોને વિમાનથી બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. આની સાથે જ અણેરિકાનું એક અલગ વિમાન કેનેડાના નાગરિકોને પરત લઈ આવશે. કેનેડાના 347 નાગરિકોએ મદદની પુકાર લગાવી હતી, જે બાદ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેનેડાનું એક અન્ય વિમાન 10 ફેબ્રુઆરીએ પોતાના બચેલા નાગરિકોને અહીંથી કાઢવા માટે પહોંચશે. જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોના વાયરસના લપેટામાં કુલ પાંચ લોકો આવી ચૂક્યા છે, જેમાંથી ત્રણ ઓન્ટારિયા અે બે બ્રિટિશ કોલંબિયાના છે.

કોરોના વાયરસના કારણે અણેરિકી એરલાઈન્સ હોલ્ડિંગ્સે લૉસ એન્જલસથી હોંગકોંગની ફ્લાઈટને 27 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે યાત્રિઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે, જેને પગલે આ ફેસલો લેવામાં આવ્યો છે. પહેલા આ સેવા 21 ફેબ્રુઆરીથી શરૂ થનાર હતી પરંતુ હવે તેને વધુ આગળ વધારી દેવામાં આવી છે.

કોરોના વાયરસનો કહેરઃ ચીનથી પાછા આવ્યા 700થી વધુ ગુજરાતીકોરોના વાયરસનો કહેરઃ ચીનથી પાછા આવ્યા 700થી વધુ ગુજરાતી

English summary
coronavirus spread in 27 country, 650 died in china
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X