ટ્વિટ કરવા બદલ મળી 11 વર્ષની સજા

કુવેતના વિપક્ષી દળો અનુસાર ખાડીના દેશોમાં આ પ્રકારની કોઇ ઓનલાઇન પોસ્ટ માટે પહેલીવાર આટલી મોટી સજા આપવામાં આવી છે. 37 વર્ષીય હુદા અલ અજમી નામની આ મહિલા શિક્ષીકાએ ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે તેને આ ટ્વિટ કરવી આટલી મોંઘી પડશે.
હુદા પર અલગ-અલગ ત્રણ આરોપ લગાવવામાં આવ્યા છે. કુવેત શાસક અમીર શેખ સબાહ અલ અહમદ અલ સબાહનું અપમાન કરવા માટે તેને એક વર્ષની સજા આપવામાં આવી છે, જ્યારે શાસન વિરુદ્ધ વિદ્રોહને પ્રોત્સાહિત કરવા માટે સાર્વજનિક ચર્ચા દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં પાંચ-પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે, એટલે કે કુલ મળીને તેને 11 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
