For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવેક્સિનને 24 કલાકમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે : WHOના પ્રવક્તા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની મંગળવારના રોજ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં એ નક્કી કરવામાં આવશે કે, ભારતમાં બનેલી કોરોના રસી 'કોવેક્સિન'ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવી જોઈએ કે નહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની મંગળવારના રોજ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં એ નક્કી કરવામાં આવશે કે, ભારતમાં બનેલી કોરોના રસી 'કોવેક્સિન'ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવી જોઈએ કે નહીં. આવા સમયે WHO પ્રવક્તાએ જણાવ્યું કે, રસી 24 કલાકની અંદર ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર થઈ શકે છે. માર્ગારેટ હેરિસે પત્રકારોને જણાવ્યું હતું કે, ટેકનિકલ સલાહકાર જૂથ હાલમાં કોવેક્સિન પરના ડેટાની સમીક્ષા કરી રહ્યું છે.

 WHO

કરોડો ભારતીયોએ રસી મેળવી લીધી છે, પરંતુ WHOની મંજૂરીના અભાવને કારણે જે ભારતીયોએ રસી લીધી

જિનીવામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા WHO પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો બધુ બરાબર રહ્યું અને સમિતિ સંતુષ્ટ છે, તો 24 કલાકની અંદર કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે, કરોડો ભારતીયોએ રસી મેળવી લીધી છે, પરંતુ WHOની મંજૂરીના અભાવને કારણે જે ભારતીયોએ રસી લીધી છે, તેઓ વિદેશ પ્રવાસ કરી શકતા નથી.

હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે, આ રસી હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. કંપનીએ 19 એપ્રિલે જ WHOને રસીની ઈમરજન્સી મંજૂરી માટેના તમામ દસ્તાવેજો સબમિટ કર્યા હતા, પરંતુ WHOએ જણાવ્યું હતું કે, આ રસીને લીલી ઝંડી આપવા માટે તેને વધુ ડેટાની જરૂર છે. WHO ની મંજૂરી વિના વૈશ્વિક સ્તરે રસીઓ સ્વીકારી શકાતી નથી.

WHOની તકનીકી સલાહકાર સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી

ગત શુક્રવારના રોજ WHOના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે, રસીને મંજૂરી આપવાની પ્રક્રિયા ક્યારેક લાંબી હોય શકે છે, પરંતુ અમે યોગ્ય પરીક્ષણ પછી જ વિશ્વને રસીની ભલામણ કરીએ છીએ. WHO હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. માઇક રાયને કહ્યું કે, WHO અસ્થમાના દેશોને ઇમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, જે WHOની તકનીકી સલાહકાર સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે.

રસી સંશોધનને આગળ વધારવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી

નોંધપાત્ર છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ ભારતીય કોવિડ 19 રસી ઉત્પાદકો સાથે મુલાકાત કરી અને રસી સંશોધનને આગળ વધારવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભારતે તેના 100 કરોડ રસી પહોંચાડવાના લક્ષ્યને સ્પર્શ્યાના થોડા દિવસો બાદ આ બેઠક યોજાઇ હતી.

English summary
Covaxin may get emergency use approval within 24 hours said WHO spokeswoman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X