For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં કોવિડ-19નો આતંક: 'અમે જેમને ઓળખીએ છીએ તે બધા તાવમાં સપડાયા છે'

ચીનમાં કોવિડ-19નો આતંક: 'અમે જેમને ઓળખીએ છીએ તે બધા તાવમાં સપડાયા છે'

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કોવિડ
બીબીસી ગુજરાતી
  • છેલ્લાં બે અઠવાડિયાંમાં, ચાઇનીઝ ઇન્ટરનેટ લોકો વાયરસની ચપેટમાં કેવી રીતે આવી રહ્યા છે તે અંગેની પોસ્ટ્સથી છલકાઈ ગયું છે
  • ચીનના મીડિયામાં એવા વીડિયો ફરતા થયા છે જેમાં કોઈ લક્ષણો નહીં ધરાવતાં નાનાં બાળકો તેમનાં બીમાર માતાપિતા માટે ખોરાક અને પાણી લાવી રહ્યાં છે
  • દવાઓની દેશવ્યાપી અછત વચ્ચે મીડિયાએ પણ સામૂહીક ભાવનાની કહાણીઓને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે
  • ચીનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણીવાર તેમની "ટ્રેન્ડિંગ" કહાણીઓની સૂચિમાં લોકોની અગવડતાઓ પર સકારાત્મક સમાચારને રજૂ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે
બીબીસી ગુજરાતી

ચીનમાં ઘણા કોવિડ પ્રતિબંધોને અચાનક હટાવવાથી દેશવ્યાપી કોરોના ફાટી નીકળ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર મૂંઝવણ અને ગુસ્સો ફાટી નિકળ્યાં છે.

રેપિડ ટેસ્ટ કિટની ભારે અછત વચ્ચે ચીનના ઝેજિયાંગ અને અનહુઇ, તેમજ ચોંગકિંગ જેવા કેટલાક પ્રાંતો એક નવી નીતિ અમલમાં મૂકી રહ્યા છે જેમાં હળવાં લક્ષણોવાળા અથવા કોઈ લક્ષણો નહીં ધરાવતાં લોકોને કામ પર પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

આ જાહેરાત ચીનમાં ટ્વિટરની સમકક્ષ 'વેઇબો’ પર સંબંધિત હેશટેગ સોમવારથી 3.3 કરોડ વખત વાંચવામાં આવી છે. લોકોમાં આઘાત અને રોષ બંને વ્યાપેલા છે.

ગ્રે લાઇન

આઘાત અને રોષ

છેલ્લા બે અઠવાડિયામાં, ચાઇનીઝ ઇન્ટરનેટ લોકો વાયરસની ચપેટમાં કેવી રીતે આવી રહ્યા છે તે અંગેની પોસ્ટ્સથી છલકાઇ ગયું છે

200 લાઇક્સ ધરાવતી એક કૉમેન્ટમાં લખ્યું છે, "છેલ્લાં ત્રણ વર્ષમાં કોઈ તૈયારી કરવામાં આવી નથી અને અચાનક તમામ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે અને તમને બીમાર હોવા છતાં કામ પર જવાની મંજૂરી આપવામાં આવી છે, અમારું જીવન કીડામકોડા જેવું નિર્માલ્ય છે."

1,000 જેટલી લાઇક્સ ધરાવતી એક અન્ય કૉમેન્ટમાં લખ્યું છે, "હજુ તો થોડા મહિનાઓ પહેલાં લોકોનું પૉઝિટિવ લક્ષણો સાથે કામ પર જતા લોકોની ધરપકડ કરવામાં આવતી હતી."

કેટલાક વિદેશી ચાઇનીઝ પણ જેઓ તાજેતરમાં હોટેલ ક્વોરૅન્ટીન સમયગાળાને પૂરો કરીને દેશમાં પાછા ફર્યા છે તેઓને પણ જે ઝડપે વાયરસ ફેલાઈ રહ્યો છે તે જાણીને આશ્ચર્ય થાય છે.

અન્ય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઝિયોહોંગશુ પર એક યૂઝરે લખ્યું, "વિદેશમાં રહેતાં મને છેલ્લાં ક્યારેય કોવિડ થયો ન હતો, પરંતુ પાછા આવ્યાના થોડાક દિવસોમાં જ કોવિડ થયો... હું જાણું છું એવી દરેક વ્યક્તિને કોવિડ થઈ રહ્યો છે અને તાવ આવી રહ્યો છે - તેથી જો તમે અત્યારે દેશની બહાર રહી શકતા હો તો પાછા આવશો નહીં."

છેલ્લાં બે અઠવાડિયાંમાં, ચાઇનીઝ ઇન્ટરનેટ લોકો વાયરસની ચપેટમાં કેવી રીતે આવી રહ્યા છે તે અંગેની પોસ્ટ્સથી છલકાઈ ગયું છે.

ચાઇનીઝ મીડિયામાં એવા વીડિયો ફરતા થયા છે જેમાં કોઈ લક્ષણો ના ધરાવતાં નાનાં બાળકો તેમનાં બીમાર માતાપિતા માટે ખોરાક અને પાણી લાવી રહ્યાં છે.

કેટલાક લોકોએ સંબંધીઓને ચેપ ન લાગે તે માટે એક જ ઘરમાં રહીને સોશિયલ-ડિસ્ટન્સ પાળવાની અનોખી સર્જનાત્મક રીતો શોધી કાઢી છે.

ગ્રે લાઇન

દવાઓની દેશવ્યાપી અછત

દવાઓની દેશવ્યાપી અછત વચ્ચે મીડિયાએ પણ સામુહીક ભાવનાની કહાણીઓને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે

દવાઓની દેશવ્યાપી અછત વચ્ચે મીડિયાએ પણ સામૂહીક ભાવનાની કહાણીઓને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે.

વેઇબો પર એવા અસંખ્ય વીડિયો જોવા મળશે કે જેમાં લોકો પોતાના માટે જરૂરી નથી એવી દર્દશામક દવાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

આઉટલેટ્સ લોકોને સખત મહેનત કરતાં તબીબી કર્મચારીઓ પ્રત્યે દયા દાખવવાનું આહ્વાન કરી રહ્યા છે, અને ફ્રન્ટ-લાઇન સ્ટાફ પ્રત્યે દયા-માયા દર્શાવવામાં આવ્યાં હોય તેવા અહેવાલો પ્રકાશિત કરી રહ્યા છે.

ઉદાહરણ તરીકે, ન્યૂઝ વેબસાઈટ 'ધ પેપરે ચેંગડુ’માં એક સરકારી ઑપરેટરનો એક વ્યક્તિ સાથેનો ફોન કૉલ મૂકવામાં આવ્યો છે, જેમાં તેમનું ગળું બેસી ગયું છે અને ફોન નીચે ખાંસી રહ્યો છે. જેમાં તેઓ ફોન મૂકતાં પહેલાં કહે છે, "ચિંતા કરશો નહીં, કોઈ સમસ્યા નથી, મહેબાની કરીને તમારી જાત ને સાચવો."

બીબીસી ગુજરાતી

ફ્રન્ટ-લાઇન વર્કર્સની હાલત

ચીનમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઘણીવાર તેની "ટ્રેન્ડિંગ" કહાણીઓની સૂચિમાં લોકોની અગવડતાઓની કહાણીઓ પર સકારાત્મક સમાચારને બિછાવવાનો પ્રયાસ કરે છે.

હેશટૅગ #PersistentDoctorsandNursesWorkHard છેલ્લા 24 કલાકમાં ટ્રેન્ડ કરી રહ્યું છે, સરકારી મીડિયા તેમના ફ્રન્ટ-લાઇન યોગદાનની પ્રશંસા કરી રહ્યું છે.

પરંતુ 'સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ' છેલ્લા અઠવાડિયે અહેવાલ આપી રહ્યું છે કે કેવી રીતે તબીબી વિદ્યાર્થીઓમાં "વધારે પગાર" અને ચીનના ફ્રન્ટ લાઇન પર રક્ષણની માંગ કરતા તાજો વિરોધ ફાટી નીકળ્યો છે.

સરકારી મીડિયામાં આનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, વિરોધની તસવીરો અને વીડિયો નિયમિતપણે સેન્સર કરવામાં આવે છે, કારણ કે તે યથાસ્થિતિ સાથે અસંતોષનું પ્રતિનિધિત્વ કરે છે.

ગયા મહિને આકરાં કોવિડ -19 નિયંત્રણો પર દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો ત્યારે આવું થયું હતું.

આરોગ્યક્ષેત્ર વધુ પડતા તણાવમાં હોવાની કહાણીઓ સ્પષ્ટ થઈ રહી છે. હજારો નિવૃત્ત તબીબી કર્મચારીઓને ફ્રન્ટ લાઇન પર પાછા લાવવામાં આવ્યા છે, કારણ કે મીડિયા બહારના દર્દીઓની કેન્દ્રોની બહાર "લાંબી કતારો" અને ક્લિનિકો "ભારે દબાણ" હેઠળ હોવાનાં અહેવાલ છાપી રહ્યાં છે.

'ધ પેપર્સ’માં લખવાની ફરજ પડી છે કે અનેક મોટાં શહેરોમાં આપાતકાલીન સેવાઓ પર કૉલની સંખ્યા "વધી રહી" છે અને લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી કૉલ ન કરો.

'વેઇબો’ પર તેમના ડૅસ્ક પર જ સૂઈ જતા તબીબી કર્મચારીઓની અસંખ્ય તસવીરો મળી આવે છે. બાટલા ચડાવેલા થાકેલા કામદારોને દર્શાવતી તસવીરો પણ ફરતી થઈ છે.

છેલ્લા 24 કલાકમાં એક વીડિયો 10 મિલિયનથી વધુ સોશિયલ મીડિયા યૂઝર્સે જોયો છે. એ વીડિયોમાં જે પ્રાંતમાં સૌથી વધુ કેસ છે તેવા ગુઆંગડોંગમાં એક વ્યક્તિ ઘૂંટણે પડીને પોતાના બાળકને તાવના ક્લિનિકમાં સારવાર માટે ભીખ માંગી રહી છે.

ડૉક્ટર જવાબ આપે છે, "હું પણ મારા ઘૂંટણે પડી ગયો છું… આવું જ છે, 6-8 કલાકથી કતારો છે.”

"દરેક જણ રાહ જોઈ રહ્યો છે, બાળકો અને વૃદ્ધો - તમે એકલા નથી."

રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
English summary
Covid-19 terror in China: 'Everyone we know is down with fever'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X