માથા ફરેલી ગર્લફ્રેન્ડે 17 અબજ રૂપિયા કચરામાં ફેંકી દીધા, હવે શોધવા માટે વ્યક્તિ કચેરીના ચક્કર કાપી રહ્યો છે

ક્યારેક લોકો સાથે એવી ઘટનાઓ ઘટતી હોય છે જેનો અફસોસ પુરી જીંદગી રહે છે. આ નાનકડી ભુલ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી દેતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે.

હાલમાં બ્રિટનમાં રહેનારો એક વ્યક્તિ એક પેન ડ્રાઈવની શોધ માટે સરકારી ઓફિસોના ચક્કર કાપી રહ્યો છે. હકિકતમાં આ વ્યક્તિએ આ હાર્ડ ડ્રાઈવમાં અબજો રૂપિયાના બિટકોઈન રાખ્યા હતા. તેની ગર્લફ્રેન્ડની એક ભુલને કારણે તે કચરામાં જતી રહી.

throws away Rs 17 billion

આ સ્ટોરી બ્રિટનમાં રહેતા જેમ્સ હોવેલ્સની છે. જેમ્સનો દાવો છે કે, તેની એક હાર્ડ ડ્રાઈવમાં એવી વસ્તુ હતી જેની કિંમત અબજો રૂપિયામાં હતી. તેની ગર્લફ્રેન્ડે અજાણતાં જ તેને કચરામાં ફેંકી દીધી. 2013 માં આ ઘટના બાદ આજે પણ વ્યક્તિ તેના અફસોસમાંથી બહાર આવી શક્યો નથી.

જેમ્સ હોવેલ્સના દાવા અનુસા, તેની એક હાર્ડ ડ્રાઈવમાં કુલ 8 હજાર બિટકોઈન્સ હતા. જે તેની ગર્લફ્રેન્ડે 2013માં આકસ્મિક રીતે કચરામાં ફેંકી દીધા. 2009 માં બિટકોઈન લોન્ચ કરવામાં આવ્યા ત્યારે તેણે ખરીદ્યા હતા. તેને તેની કિંમત વધવાની અપેક્ષા હતી.

હાર્ડ ડ્રાઈવમાં 8000 બિટકોઈન હતા અને તેની આજની તારીખમાં કિંમત 162 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 17 અબજ રૂપિયા છે. તે સમયે તેની પૂર્વ પ્રેમિકાએ તેને ભૂલથી ફેંકી દીધા. તેની પરવાનગી વિના થયું હોવાથી તે કહે છે કે કાયદા અનુસાર તે અધિકારીઓના કબજામાં ચોરીની વસ્તુ છે. હવે તે તેને શોધવા માંગે છે, પરંતુ સરકાર તેને મંજૂરી આપી રહી નથી.

હવે જેમ્સ આ હાર્ડ ડ્રાઈવ શોધવા માંગે છે પરંતુ કાઉન્સિલ આમ કરવા માટે પરવાનગી આપી નથી આપતા.જેમ્સ હોવેલ્સે આ માટે કાઉન્સિલને પોતાના પૈસામાંથી કમિશન પણ ઓફર કર્યું હતું પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. તે કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ વિચારી રહ્યા છે પરંતુ સમસ્યા એ છે કે નિર્ણય હજુ પણ કાઉન્સિલના હાથમાં જ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X